Indian Air Force | વાયુસેનાના MIG-21 વિમાનની છેલ્લી ઉડાન
MIG-21: રાજસ્થાનના નાલ એરબેઝથી છેલ્લી ઉડાન ભરી 26 સપ્ટેમ્બરે ચંદીગઢમાં આધિકારિક વિદાય અપાશે 6 દાયકા સુધી વાયુસેનામાં MIG-21એ આપી સેવા MIG-21: 25 સપ્ટેમ્બર 2025 ના રોજ વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે MIG-21 વિમાનમાં છેલ્લી ઉડાન ભરી...
Advertisement
- MIG-21: રાજસ્થાનના નાલ એરબેઝથી છેલ્લી ઉડાન ભરી
- 26 સપ્ટેમ્બરે ચંદીગઢમાં આધિકારિક વિદાય અપાશે
- 6 દાયકા સુધી વાયુસેનામાં MIG-21એ આપી સેવા
MIG-21: 25 સપ્ટેમ્બર 2025 ના રોજ વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે MIG-21 વિમાનમાં છેલ્લી ઉડાન ભરી ત્યારે ભારતીય વાયુસેનાના ઇતિહાસનો એક ગૌરવપૂર્ણ પ્રકરણનો અંત આવ્યો. આ જેટ 26 સપ્ટેમ્બર 2025 ના રોજ નિવૃત્ત થશે. ભારતીય વાયુસેનામાં છ દાયકાઓથી MIG-21 ફ્લાઈંગ કોફિન જેવા નામોથી જાણીતું હતું. આ પ્રસંગે, વાયુસેનાના વડાએ નંબર 23 સ્ક્વોડ્રન પેન્થર્સની મુલાકાત લીધી, જે મિગ-૨૧નું સંચાલન કરનારી છેલ્લી સ્ક્વોડ્રન છે. આ દરમિયાન, તેમણે સ્ક્વોડ્રન લીડર પ્રિયા સાથે ફોર્મેશન ફ્લાઇટમાં ભાગ લીધો, જે પરંપરા અને આધુનિકીકરણનું સુંદર મિશ્રણ હતું.
Advertisement


