ચાલુ કોમેન્ટ્રી દરમિયાન ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટનની તબિયત લથડી, હોસ્પિટલમાં એડમિટ કરાયા
ઓસ્ટ્રેલિયન રમત જગત માટે એક મોટી ખબર સામે આવી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગની અચાનક તબિય લથડવાને કારણે હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. તેઓ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ મેચમાં કોમેન્ટ્રી કરી રહ્યાં હતા. આ દરમિયાન તેમની અચાનક તબિયત ખરાબ થઈ ગઈ.વેસ્ટ ઈન્ડિઝની ટીમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે આ બંને ટીમે વચ્ચે બે મેચોની સીરીઝ રમાઈ રહી છે. સીરીઝની પહેલી મેચ 30 નવેà
Advertisement
ઓસ્ટ્રેલિયન રમત જગત માટે એક મોટી ખબર સામે આવી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગની અચાનક તબિય લથડવાને કારણે હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. તેઓ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ મેચમાં કોમેન્ટ્રી કરી રહ્યાં હતા. આ દરમિયાન તેમની અચાનક તબિયત ખરાબ થઈ ગઈ.
વેસ્ટ ઈન્ડિઝની ટીમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે આ બંને ટીમે વચ્ચે બે મેચોની સીરીઝ રમાઈ રહી છે. સીરીઝની પહેલી મેચ 30 નવેમ્બરથી પર્થમાં રમાઈ રહી છે. આ મેચમાં રિકી પોન્ટિંગ કમેન્ટ્રી કરી રહ્યાં છે અને મેચના ત્રીજા દિવસે આ ઘટના બની છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે તેમને હાર્ટ એટેક આવ્યો છે. તે બાદ પોન્ટિંગને તાત્કાલિક પર્થની એક હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. મેચના ત્રીજા દિવસે લંચના ટાઈમ બાદ રિકી પોન્ટિંગ ત્રીજા સેશનમાં કોમેન્ટ્રી કરી રહ્યા હતા.
Update..
આ પણ વાંચો - ભારત ખેલ જગતમાં બહુ મોટી તાકાત, કોઇ તેની અવગણના ન કરી શકે , રમીઝ રાજાના વલણ પર અનુરાગ ઠાકુરનો જવાબ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement


