Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઋષિ સુનક જન્માષ્ટમીના પ્રસંગે પૂજા કરવા પહોંચ્યા મંદિરમાં

આજે જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. જન્માષ્ટમીના અવસરે, બ્રિટનમાં વડાપ્રધાન પદના ઉમેદવાર ભારતીય મૂળના ઋષિ સુનકે (Rishi Sunak) તેમની પત્ની અક્ષતા  (Akshata)  સાથે ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા ચેતના (ISKCON) મંદિરની મુલાકાત લીધી હતી.તેમણે મંદિરમાં દર્શનની તસવીર શેર કરી અને ટ્વિટ કર્યું કે આજે હું મારી પત્ની અક્ષતા સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવા ગયો હતો, જે એક લોકપ્રàª
ઋષિ સુનક જન્માષ્ટમીના પ્રસંગે પૂજા કરવા પહોંચ્યા મંદિરમાં
Advertisement
આજે જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. જન્માષ્ટમીના અવસરે, બ્રિટનમાં વડાપ્રધાન પદના ઉમેદવાર ભારતીય મૂળના ઋષિ સુનકે (Rishi Sunak) તેમની પત્ની અક્ષતા  (Akshata)  સાથે ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા ચેતના (ISKCON) મંદિરની મુલાકાત લીધી હતી.
તેમણે મંદિરમાં દર્શનની તસવીર શેર કરી અને ટ્વિટ કર્યું કે આજે હું મારી પત્ની અક્ષતા સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવા ગયો હતો, જે એક લોકપ્રિય હિન્દુ તહેવાર છે.

બ્રિટનમાં વડાપ્રધાનની ચૂંટણીની રેસ વચ્ચે તેમના મંદિરે પહોંચવાને લઈને સોશિયલ મીડિયા બે જૂથોમાં વહેંચાઈ ગયું છે. એક વર્ગ જન્માષ્ટમી પર તેમની મંદિરની મુલાકાતને સામાન્ય ગણાવી રહ્યો છે, જ્યારે બીજો વર્ગ તેને તેમની રાજનીતિ સાથે જોડીને જોઈ રહ્યો છે.
ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલે ટ્વિટ કરીને ઋષિ સુનકની પ્રશંસા કરી અને કહ્યું કે તેઓ અમેરિકામાં ભારતીય મૂળના ઘણા નેતાઓથી વિપરીત તેમના ધર્મ અને સંસ્કૃતિને વળગી રહે છે. હું તેમને આનો શ્રેય એક નેતા તરીકે નહીં પરંતુ એક માણસ તરીકે આપું છું.  તેઓ ભારતમાં બિનસાંપ્રદાયિક તરીકે જોવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.

×