Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદ-ગાંધીનગરમાં લૂંટ, ધાડ અને ચોરી કરતી ગેંગ ઝડપાઈ, 10 થી વધુ ગુનાનો ભેદ ઉકેલાયો

અમદાવાદના (Ahmedabad)નિકોલ (Nicole)વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારેન માત્ર અમદાવાદ તેમજ ગાંધીનગર (Gandhinagar)જિલ્લાના અલગ અલગ પોલીસ (Police)સ્ટેશન વિસ્તારમાં ધાડ, લૂંટ અને ચોરી જેવા ગંભીર પ્રકારના ગુનાઓમાં સામેલ ગેંગને ઝડપીને 10 ગુનાનો ભેદ ઉકેલ્યો છે.નિકોલ પોલીસની ટીમ કરી  હતી  પેટ્રોલિંગનિકોલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાદતમી  મળી હતી કે નિકોલમાં નોંધાયેલા એક ગુનામાં સામેલ આરોપી
અમદાવાદ ગાંધીનગરમાં લૂંટ  ધાડ અને ચોરી કરતી ગેંગ ઝડપાઈ  10 થી વધુ ગુનાનો ભેદ ઉકેલાયો
Advertisement
અમદાવાદના (Ahmedabad)નિકોલ (Nicole)વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારેન માત્ર અમદાવાદ તેમજ ગાંધીનગર (Gandhinagar)જિલ્લાના અલગ અલગ પોલીસ (Police)સ્ટેશન વિસ્તારમાં ધાડ, લૂંટ અને ચોરી જેવા ગંભીર પ્રકારના ગુનાઓમાં સામેલ ગેંગને ઝડપીને 10 ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
નિકોલ પોલીસની ટીમ કરી  હતી  પેટ્રોલિંગ
નિકોલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાદતમી  મળી હતી કે નિકોલમાં નોંધાયેલા એક ગુનામાં સામેલ આરોપીઓ પોતાના પાસેના વાહનો લઈને વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે બે ટુ-વ્હીલર પરથી ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. જે આરોપીઓમાં અર્જુન ઉર્ફે મુન્ના માઇકલ રાઠોડ, સંજુ ઉર્ફે કાલીયા ગોહેલ, સૂરજ ઉર્ફે કાળો વિશ્વકર્મા તેમજ અનિકેત ઉર્ફે લાલિયા દિવાકરની ધરપકડ કરી હતી..પકડાયેલા આરોપીઓને પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા તેઓએ અમદાવાદ શહેર અને ગાંધીનગર જિલ્લામાં અનેક ગુનાને અંજામ આપ્યો હોવાનો ખુલાસો થયો હતો..
પોલીસે મુદ્દ માલ  કબ્જે  કર્યો 
પકડાયેલા આરોપીઓ પોતાની સાથે કાયદાના સંઘર્ષમાં આવતા બે કિશોરોને સાથે રાખીને ધાડ, લૂંટ અને ચોરી જેવા ગુનાને અંજામ આપતા હતા. આરોપીઓ સામે અમદાવાદના નિકોલ પોલીસ મથકે બે ગુના, નરોડા પોલીસ સ્ટેશનમાં બે ગુના, ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશનમાં ચાર ગુના તેમજ ચિલોડા પોલીસ સ્ટેશનમાં બે ગુના એમ કુલ 10 જેટલા ગુનાઓ નોંધાયા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 9 જેટલા મોબાઈલ ફોન એક ધારદાર છરો, બે ટુ-વ્હીલર તેમજ એક સોનાની ચેન કબ્જે કરી છે.

આરોપીની  ગુન્હામાં  સંડોવણી 
પકડાયેલા આરોપીઓમાં અર્જુન ઉર્ફે મુન્ના માઇકલ સામે અગાઉ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારા અને અલગ અલગ ત્રણ ગુનાઓ નોંધાયેલા છે, અન્ય આરોપી સંજુ ઉર્ફે કાલીયા ગોહિલ સામે મેઘાણીનગરમાં મારામારીનો ગુનો નોંધાયો છે, અનિકેત ઉર્ફે લાલિયા દિવાકર સામે મેઘાણીનગર, કૃષ્ણનગર,શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુના નોંધાયા છે. ત્યારે કાયદાના સંઘર્ષમાં આવતા કિશોર સામે મેઘાણીનગરમાં જ લૂંટ અને મારામારીનો ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે.. હાલ તો પકડાયેલા આરોપીઓની સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેઓની વધુ પૂછપરછ શરૂ કરી છે. આ ગુનામાં તેઓની સાથે અન્ય કોઈ સામેલ છે કે કેમ તેમ જ તેઓએ અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં નિકોલ પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી પૂછપરછની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ. 
Tags :
Advertisement

.

×