ફેસબુક અને ટ્વિટર બાદ હવે Instagram પર લગાવ્યો પ્રતિબંધ
યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ
પર સતત પ્રતિબંધ લગાવી રહ્યું છે. આજે રશિયાએ Instagram પર પ્રતિબંધ મૂક્યો છે. પ્રતિબંધના
પગલે ત્યાંના વપરાશકર્તાઓ હવે ઇન્સ્ટાગ્રામને
ઍક્સેસ કરી શકશે નહીં. રશિયાએ ઇન્સ્ટાગ્રામને બ્લોક કરી દીધું છે અને આરોપ લગાવ્યો
છે કે તેનો ઉપયોગ રશિયન સૈનિકો સામે હિંસા વધારવા માટે કરવામાં આવી રહ્યો છે. આ
પહેલા માર્ચની શરૂઆતમાં રશિયાએ ફેસબુક અને ટ્વિટર પર પ્રતિબંધ મૂક્યો હતો.
યુક્રેનમાં સૈન્ય કાર્યવાહી અંગે ઉપલબ્ધ માહિતીને નિયંત્રિત કરવાના વ્યાપક
પ્રયાસોના ભાગરૂપે રશિયાએ આ પગલું ભર્યું હતું.
મીડિયા રેગ્યુલેટર Roskomnadzor એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ Instagram ઍક્સેસ બંધ કરી રહ્યા છે કારણ કે પ્લેટફોર્મ રશિયન નાગરિકો અને
સૈનિકો સામે હિંસાને પ્રોત્સાહન આપી રહ્યું છે. ફેસબુક કે જે હવે મેટા છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા પછી
રશિયાએ Instagram પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો.
મેટાએ તેના નિવેદનમાં કહ્યું હતું કે તે યુક્રેન પર રશિયન હુમલાના વિરોધમાં
નફરતભર્યા ભાષણની નીતિમાં ફેરફાર કરી રહી છે. આ અંતર્ગત રશિયાએ તેના યુઝર્સને
મંજૂરી આપી કે તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાષ્ટ્રપતિ પુતિન વિરુદ્ધ ખુલીને
બોલી શકે છે.
રશિયામાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો વ્યાપક ઉપયોગ થાય છે. તે રશિયન
યુવાનોમાં સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. ઈન્સ્ટાગ્રામના પ્રતિબંધને
લઈને ઈન્સ્ટાગ્રામ હેડ એડમ મોસેરીએ ટ્વીટ કર્યું છે કે સોમવારથી ઈન્સ્ટાગ્રામ
રશિયામાં બ્લોક થઈ જશે. આ નિર્ણયથી રશિયાના 80 મિલિયન લોકો એકબીજાથી અને બાકીની દુનિયાથી દૂર થઈ જશે, કારણ કે રશિયાના 80 ટકા લોકો ઈન્સ્ટાગ્રામને ફોલો કરે છે. આ
ખોટો નિર્ણય છે.


