રશિયાએ યુક્રેનને આપ્યું અલ્ટીમેટમ, કહ્યું – હથિયાર નીચે મૂકી દો અથવા તો....
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ફરી એક વખત આક્રમક
બન્યું છે. છેલ્લા પોણા બે મહિનાથી ચાલી રહેલા યુદ્ધ પછી પણ હજુ યુક્રેન રશિયાને
ટક્કર આપી રહ્યું છે. ત્યારે હવે રશિયા લાલઘુમ થયું છે. રશિયાએ યુક્રેનને
એલ્ટીમેટમ આપી દીધું છે. રશિયાએ મંગળવારે યુક્રેનની સૈન્યને તત્કાલ
શસ્ત્રો નીચે મૂકવા જણાવી દીધું છે. રશિયાએ યુક્રેનિયન લડવૈયાઓને પોર્ટ સિટી
મારિયુપોલમાં ઘેરી લીધા છે. અને તેઓને શક્ય તેટલી વહેલી તકે તેમને હથિયાર મુકવાનું
કહેવામાં આવ્યું છે.
રશિયન સંરક્ષણ મંત્રાલયે કિવને સમજદારી દાખવવા અને લડવૈયાઓને તેમના શસ્ત્રો
મૂકવાનો આદેશ આપવા કહ્યું છે. એવું
કહેવામાં આવ્યું છે કે જો તેઓ તેમની જીદ છોડી દે અને બપોરથી તેમના હથિયારો
મૂકવાનું શરૂ કરે. રશિયાએ યુક્રેનની સેનાને કહ્યું કે તમે હથિયાર નીચે મુકી દો
અથવા તો હવે તમે મરવા માટે તૈયાર થઈ જાઓ.
રશિયન સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે ફરી એકવાર કિવ સત્તાવાળાઓને સમજણ બતાવવા અને લડવૈયાઓને તેમના
અણસમજુ પ્રતિકારને રોકવા માટે સંબંધિત આદેશો આપવાનું આહ્વાન કરીએ છીએ. અમે સ્વેચ્છાએ
આ નિર્ણય લેવા અને તેમના શસ્ત્રો નીચે મૂકવા માટે હાકલ કરીએ છીએ. રશિયન સૈન્યનું અલ્ટીમેટમ એવા સમયે આવ્યું છે જ્યારે તેણે પૂર્વી
યુક્રેનમાં દેશના ઔદ્યોગિક હાર્ટલેન્ડ પર નિયંત્રણ મેળવવા માટે મંગળવારે એક મોટો
ગ્રાઉન્ડ લેવલ હુમલો શરૂ કર્યો હતો. જેને યુક્રેનિયન અધિકારીઓએ "યુદ્ધનો નવો તબક્કો" ગણાવ્યો
છે.
યુક્રેનના જનરલ સ્ટાફે મંગળવારે વહેલી સવારે જણાવ્યું હતું કે રશિયન
સૈન્યએ ડોનબાસ પ્રદેશ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવાના પ્રયાસો વધારી દીધા છે. જનરલ
સ્ટાફે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કબજો કરનારાઓએ
સરહદ પર અમારી સુરક્ષા કોર્ડનનો ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. સોમવારે લુહાન્સ્ક અને ડોનેત્સ્ક પ્રદેશોને નિશાન બનાવીને 300-માઇલ (480-કિલોમીટર) કરતાં વધુ મોરચા પર હુમલા
કરવામાં આવ્યા હતા. રશિયન દળો પડોશી ખાર્કિવ સહિત ઘણા વિસ્તારોમાં આગળ વધવાનો
પ્રયાસ કરી રહી છે.


