Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રશિયાએ 5 મિનિટમાં આખા લંડનનો ખાતમો કરી નાખે તેવી મિસાઈલ યુદ્ધ માટે મેદાનમાં ઉતારી

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 26 દિવસ થઈ ગયા છે. પરંતુ હજુ સુધી યુદ્ધનું કોઈ પરિણામ સામે આવ્યું નથી. યુક્રેનને ઝુકાવવા માટે હવે રશિયા તેના પર ઘાતક મિસાઈલો અને બોમ્બનો સતત ઉપયોગ કરી રહ્યું છે. 'ધ સન'ના અહેવાલ મુજબ રશિયાએ હવે ખૂબ જ ખતરનાક ઝિર્કોન મિસાઈલ છોડીને પશ્ચિમી દેશોને ફરી એકવાર યુદ્ધથી દૂર રહેવાની ચેતવણી આપી છે. ઝિર્કોન મિસાઈલ ધ્વનિ કરતા 7 ગણી વધુ ઝડપે લક્ષ્ય પર હ
રશિયાએ 5 મિનિટમાં આખા
લંડનનો ખાતમો કરી નાખે તેવી મિસાઈલ યુદ્ધ માટે મેદાનમાં ઉતારી
Advertisement

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 26 દિવસ થઈ ગયા છે. પરંતુ હજુ સુધી યુદ્ધનું કોઈ પરિણામ
સામે આવ્યું નથી. યુક્રેનને ઝુકાવવા માટે હવે રશિયા તેના પર ઘાતક મિસાઈલો અને
બોમ્બનો સતત ઉપયોગ કરી રહ્યું છે.
'ધ સન'ના અહેવાલ મુજબ રશિયાએ હવે ખૂબ જ
ખતરનાક ઝિર્કોન મિસાઈલ છોડીને પશ્ચિમી દેશોને ફરી એકવાર યુદ્ધથી દૂર રહેવાની
ચેતવણી આપી છે. ઝિર્કોન મિસાઈલ ધ્વનિ કરતા
7 ગણી વધુ ઝડપે લક્ષ્ય પર હુમલો કરે છે. રશિયાનો દાવો છે કે તેની
ઝિર્કોન મિસાઈલ
5 મિનિટમાં લંડનને નષ્ટ કરી શકે છે.

Russia releases footage of 7,000mph hypersonic nuke missile that could hit London in five minutes pic.twitter.com/HUpCM4thPq

— The Sun (@TheSun) March 20, 2022

" title="" target="">javascript:nicTemp();

Advertisement

એક હજાર કિમી દૂર સુધી મારી શકે છે

Advertisement

મળતી માહિતી મુજબ ઝિર્કોન મિસાઇલ એન્ટી-શિપ હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. તે સમુદ્ર અને
જમીન પર હુમલો કરવામાં સક્ષમ છે. આ મિસાઈલની રેન્જ એક હજાર કિલોમીટર સુધીની છે.
રશિયાનો દાવો છે કે દુનિયાની કોઈ પણ એર ડિફેન્સ સિસ્ટમ આ મિસાઈલને ટ્રેક કરીને ખતમ
કરી શકતી નથી. જો આ મિસાઈલને એકવાર લોન્ચ કરવામાં આવે છે
, તો તે તેના લક્ષ્યને નષ્ટ કરીને જ રહે છે.


સફેદ સાગરમાં મિસાઈલ છોડવામાં આવી

રશિયાએ હાલમાં જ ઝિર્કોન મિસાઈલનો વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં
દેખાઈ રહ્યું છે કે આ મિસાઈલને વ્હાઇટ સી વિસ્તારમાં રશિયાના એડમિરલ ગોર્શકોવ
ફ્રિગેટથી છોડવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર
, આ વીડિયો યુદ્ધની શરૂઆત પહેલા ડિસેમ્બરમાં ફિલ્માવવામાં આવ્યો હતો,
પરંતુ હવે તેને પશ્ચિમી દેશોમાં ભય ફેલાવવા
માટે રિલીઝ કરવામાં આવ્યો છે.


રશિયાએ પશ્ચિમી દેશોને ચેતવણી આપી

રશિયાએ યુક્રેનમાં તબાહી મચાવી દીધી છે અને કિંજલ મિસાઇલો અવાજ કરતાં
10 ગણી વધુ ઝડપથી દોડી રહી છે. પરંતુ તેણે હજુ
સુધી યુદ્ધમાં સમુદ્રથી પ્રક્ષેપિત ઝિર્કોન મિસાઈલનો ઉપયોગ કર્યો નથી. તેનો વીડિયો
જાહેર કરવાનો હેતુ એ છે કે રશિયા સામે ઘેરાબંધી કરી રહેલા અમેરિકા અને પશ્ચિમી
દેશો આ યુદ્ધથી દૂર રહે અને યુક્રેન સાથે નિકટતા બતાવવાની હિંમત ન કરે.


Tags :
Advertisement

.

×