Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પરમાણુ યુદ્ધનો ખતરો વધ્યો, રશિયાએ સમુદ્રમાં ઉતારી પરમાણુ સબમરીન

રશિયા યુક્રેન વચ્ચેનું યુદ્ધ દિવસે દિવસે આક્રમક થઈ રહ્યું છે. યુક્રેન પર રશિયાનું આક્રમણ એક મહિના કરતાં વધુ સમયથી ચાલી રહ્યું છે અને મોસ્કોનું આક્રમણ અટકતું જણાતું નથી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેના પરમાણુ દળોને વિશેષ એલર્ટ પર મૂક્યાના કલાકો પછી રશિયાએ તેની પરમાણુ સબમરીનને દરિયામાં ઉતારી છે. જેના કારણે પરમાણુ યુદ્ધની શક્યતા પણ વધી ગઈ છે. રશિયન ન્યુક્લિયર સબમરીàª
પરમાણુ યુદ્ધનો ખતરો વધ્યો  રશિયાએ સમુદ્રમાં ઉતારી
પરમાણુ સબમરીન
Advertisement

રશિયા યુક્રેન વચ્ચેનું યુદ્ધ દિવસે દિવસે આક્રમક થઈ રહ્યું છે. યુક્રેન પર રશિયાનું આક્રમણ એક મહિના
કરતાં વધુ સમયથી ચાલી રહ્યું છે અને મોસ્કોનું આક્રમણ અટકતું જણાતું નથી. રશિયાના
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેના પરમાણુ દળોને વિશેષ એલર્ટ પર મૂક્યાના કલાકો પછી
રશિયાએ તેની પરમાણુ સબમરીનને દરિયામાં ઉતારી છે. જેના કારણે પરમાણુ યુદ્ધની શક્યતા
પણ વધી ગઈ છે.
રશિયન ન્યુક્લિયર સબમરીન એકસાથે 16 બેલેસ્ટિક મિસાઈલ લઈ જવા માટે સક્ષમ છે. આ સબમરીનને ઉત્તર એટલાન્ટિક
મહાસાગરમાં ઉતારવામાં આવી છે. રશિયાના આ પગલાને લઈને નિષ્ણાતોનું માનવું છે કે
ક્રેમલિન પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે કોઈપણ હદ સુધી જાય તેવું લાગે છે.


Advertisement

રશિયા પર નજર રાખનારા નિષ્ણાતો કહે છે
કે પુતિન આક્રમક વ્યૂહરચના માટે પરમાણુ ધમકીઓ આપતા રહ્યા છે. તેણે
2014ના ક્રિમિયન યુદ્ધ દરમિયાન પણ આવું જ
કર્યું હતું
. રશિયાએ
3 માર્ચથી તેના પરમાણુ હથિયારોને હાઈ
એલર્ટ પર મૂક્યા છે.
22 માર્ચે મોસ્કોએ નાટોને ધમકી આપી હતી કે જો
નાટો સરહદ પાર કરશે તો ક્રેમલિન પરમાણુ હુમલો કરવાનું ચૂકશે નહીં. ક્રેમલિનના પ્રવક્તા
દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે જો રશિયાને "અસ્તિત્વ માટેના
ખતરા"નો સામનો કરવો પડશે તો તે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરશે.

Advertisement


રશિયાના જનરલ સ્ટાફના ફર્સ્ટ ડેપ્યુટી
ચીફ કર્નલ જનરલ સેરગેઈ રુડસ્કોયે મીડિયાને જણાવ્યું કે સામાન્ય રીતે ઓપરેશનના
પ્રથમ તબક્કાના તમામ મુખ્ય કાર્યો પૂર્ણ થઈ ગયા છે. તેથી હવે અમે મુખ્ય ધ્યેય
હાંસલ કરવાના પ્રયાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ અને આ મુખ્ય ધ્યેય ડોનબાસની
મુક્તિ છે. તેણે કહ્યું છે કે જ્યાં સુધી રશિયન સેના ડોનબાસ અને લુહાન્સ્કને મુક્ત
નહીં કરે ત્યાં સુધી અમે પાછા હટીશું નહીં.

Tags :
Advertisement

.

×