Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પૂર્વીય યુક્રેનના ડોનેટસ્ક અને લુહંસ્કને અલગ દેશની માન્યતા આપતા પુતિન

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફ્રાન્સ અને જર્મનીના નેતાઓને કહ્યું છે કે, તેઓ યુક્રેનના બે પૂર્વી અલગતાવાદી વિસ્તારોને સ્વતંત્ર જાહેર કરવાની યોજના ધરાવે છે. કહેવામાં આવી રહ્યું છે કે રશિયાએ પણ બે રાજ્યોને સ્વતંત્ર જાહેર કર્યા છે. આવી સ્થિતિમાં રશિયા અને યુક્રેનની સાથે સાથે પશ્ચિમી દેશોમાં પણ તણાવ વધવાની આશંકા છે. અમેરિકાનું કહેવું છે કે રશિયા 1 લાખ 90 હજાર સૈનિકો સાથે યુàª
પૂર્વીય યુક્રેનના ડોનેટસ્ક અને લુહંસ્કને અલગ દેશની માન્યતા આપતા પુતિન
Advertisement
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફ્રાન્સ અને જર્મનીના નેતાઓને કહ્યું છે કે, તેઓ યુક્રેનના બે પૂર્વી અલગતાવાદી વિસ્તારોને સ્વતંત્ર જાહેર કરવાની યોજના ધરાવે છે. કહેવામાં આવી રહ્યું છે કે રશિયાએ પણ બે રાજ્યોને સ્વતંત્ર જાહેર કર્યા છે. આવી સ્થિતિમાં રશિયા અને યુક્રેનની સાથે સાથે પશ્ચિમી દેશોમાં પણ તણાવ વધવાની આશંકા છે. અમેરિકાનું કહેવું છે કે રશિયા 1 લાખ 90 હજાર સૈનિકો સાથે યુક્રેન પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. સાથે સાથે રશિયાએ યુક્રેનમાં પોતાની સોના મોકલી પણ દીધી છે અને તેના કારણે યુધ્ધની સંભાવના વધી ગઇ છે. 
શું છે બંને પ્રદેશનો વિવાદ 
રશિયા તરફી અલગતાવાદીઓ યુક્રેનના ડોનેટ્સક અને લુહાન્સ્કમાં રહે છે અને આ બે પ્રદેશો એકસાથે ડોનબાસ તરીકે ઓળખાય છે. આ પ્રદેશ 2014 માં યુક્રેનિયન સરકારના નિયંત્રણમાંથી બહાર નીકળી ગયા હતા અને આ બંને પ્રદેશ  પોતાને 'પીપલ્સ રિપબ્લિક' માને છે. યુક્રેનનું કહેવું છે કે, અહીંની લડાઈમાં 15,000થી વધુ લોકોના મોત થયા છે. રશિયાએ અલગતાવાદીઓને અલગ-અલગ રીતે સમર્થન આપ્યું હતું. રશિયાએ અહીંના લોકોને લગભગ 80 લાખ પાસપોર્ટ આપ્યા હતા. આ સિવાય ઉપરાંત રશિયા  આ બન્ને  પ્રદેશો માટે કોરોના વેક્સિન તથા આર્થિક મદદ અને અન્ય સામગ્રીની પણ વ્યવસ્થા કરી રહ્યું છે.
યુધ્ધની સંભાવનાઓ વધી 
રશિયાનું કહેવું છે કે, તે ડોનબાસને યુક્રેનનો ભાગ માનતું નથી. રશિયા આ વિસ્તારમાં પોતાના સૈનિકો મોકલતું રહે છે અને કહે છે કે, આ લોકોને યુક્રેનથી બચાવવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. ગયા મહિને અહીંના અલગતાવાદીઓએ રશિયા પાસેથી મદદ માંગી હતી. જેના કારણે યુક્રેન અને રશિયાના સૈનિકો વચ્ચે યુધ્ધ થાવાની સંભાવનામાં વધારો થયો છે.
Tags :
Advertisement

.

×