રશિયાએ યુક્રેનના આ મોટા શહેર પર કરી લીધો કબ્જો, પુતિને સેનાના કર્યા વખાણ
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 57 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ
યુદ્ધ વચ્ચે રશિયા દ્વારા આજે એક મોટો દાવો કરવામાં આવ્યો છે. રશિયાએ દાવો કર્યો
છે કે તેની સેનાએ યુક્રેનના મોટા શહેર મારિયોપુલ પર કબ્જો જમાવી લીધો છે. રશિયાના
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જાહેરાત કરી છે કે યુક્રેનિયન શહેર મારિયોપુલ પર રશિયાએ કબ્જો કરી લીધો છે. જોકે પુતિને પોતાની
સેનાને કહ્યું છે કે શહેરમાં યુક્રેનના છેલ્લા ગઢ એઝોવસ્ટલ પર હુમલો ન કરે. રક્ષા
મંત્રી પાસેથી માહિતી મળ્યા બાદ રાષ્ટ્રપતિ પુતિને પોતાની સેનાને થપથપાવી છે.
સંરક્ષણ પ્રધાને પુતિનને માહિતી આપી હતી કે સ્ટીલ પ્લાન્ટ સહિત રશિયન સૈન્યએ શહેર પર કબજો મેળવી લીધો
છે.
તમને જણાવી દઈએ કે સ્ટીલ પ્લાન્ટને કબજે કર્યા વિના રશિયા મારિયોપુલમાં
સંપૂર્ણ વિજય જાહેર કરી શકે નહીં. જો કે મારિયોપુલ એક મહત્વપૂર્ણ શહેર છે અને જો
રશિયા તેના પર કબજો કરવાનો દાવો કરે છે. તો તેનું પ્રતીકાત્મક મહત્વ છે. તમને જણાવી દઈએ કે યુદ્ધ શરૂ થયું
ત્યારથી મારિયોપુલ શહેરને ઘણું નુકસાન થયું છે. અગાઉ ફેબ્રુઆરીમાં રશિયાએ ડોનેત્સ્ક અને લુહાન્સ્કને સ્વતંત્ર જાહેર
કર્યા હતા. આ પછી જ 24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર હુમલો
કર્યો. રશિયા યુક્રેનને અસ્થિર કરવા માટે 2014 થી કોલસો અને સ્ટીલ ઉત્પાદક ડોનબાસ પર નજર રાખી રહ્યું છે.


