Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

યુદ્ધના વિરોધમાં રશિયન નાગરિકોનું પ્રદર્શન, મોદીએ કરી પુતિન સાથે વાત

રશિયા અને યુક્રેન વચ્ચેની જંગનો આજે સાતમો દિવસ છે. રશિયન સેના સતત યુક્રેનની રાજધાની કીવ સહિત અનેક શહોરો પર બોમ્બવર્ષા અને મિસાઇલ એટેક કરી રહી છે. જેના કારણે સૈનિકો સહિત સામાન્ય નાગરિકો પણ જીવ ગુમાવી રહ્યા છે. આ તમામ સ્થિતિ વચ્ચે રશિયાએ ફરી એક વખત પરમાણુ યુદ્ધનો રાગ આલાપ્યો છે. ત્યારે જાણો રશિયા-યુક્રેન યુદ્ધ સાથે જોડાયેલું દરેક અપડેટ.......યુદ્ધના વિરોધમાં રશિયન નાગરિકોનું પ્રદર્
યુદ્ધના વિરોધમાં રશિયન નાગરિકોનું પ્રદર્શન  મોદીએ કરી પુતિન સાથે વાત
Advertisement
રશિયા અને યુક્રેન વચ્ચેની જંગનો આજે સાતમો દિવસ છે. રશિયન સેના સતત યુક્રેનની રાજધાની કીવ સહિત અનેક શહોરો પર બોમ્બવર્ષા અને મિસાઇલ એટેક કરી રહી છે. જેના કારણે સૈનિકો સહિત સામાન્ય નાગરિકો પણ જીવ ગુમાવી રહ્યા છે. આ તમામ સ્થિતિ વચ્ચે રશિયાએ ફરી એક વખત પરમાણુ યુદ્ધનો રાગ આલાપ્યો છે. ત્યારે જાણો રશિયા-યુક્રેન યુદ્ધ સાથે જોડાયેલું દરેક અપડેટ.......

યુદ્ધના વિરોધમાં રશિયન નાગરિકોનું પ્રદર્શન
એક તરફ રશિયન સેના યુક્રેનમાં હુમલા પર હુમલા કરી રહી છે. તો બીજી તરફ રશિયના પોતાના જ નાગરિકો આ યુદ્ધની વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા છે. યુક્રેન પરના હુમલા બાદ રશિયાના દુનિયાભરના ટીકા થઇ રહી છે. ત્યારે હવે તેના પોતાના નાગરિકો પમ તેનો વિરોધ કરવા લાગ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં સેંકડો લોકો યુદ્ધનો વિરોધ કરવા માટે એકઠા થયા હતા.

યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું- યુદ્ધ બાદ માત્ર એક જ વાર પરિવારને મળ્યો 
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર જેલેન્સકીએ કિવથી આંતરરાષ્ટ્રીય મીડિયાને ઇન્ટરવ્યુ આપવાનું ચાલુ રાખ્યું છે. તેમણે કહ્યું કે રશિયન હુમલા દરમિયાન તેઓ માત્ર કામ કરતા હોય છે અને ક્યારેક ઊંઘ લેતા હોય છે. જેલેન્સકીએ જણાવ્યું હતું કે રશિયન આક્રમણ બાદ તે માત્ર એક જ વાર તેના પરિવારને મળ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાશિયન રાષ્ટ્રપતિ સાથે વાત
રશિયાના યુક્રેન પર ચલી રહેલા હુમલા વચ્ચે વડાપ્રધાન નરેનદ્ર મોદીએ ફરી એક વખત રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે ટેલિફોનિક વાત કરી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ તેમણે યુક્રેન સંકટ મુદ્દે તેમની સાથે વાત કરી હતી. ત્યારે આજે ફરી વખત તેમણે રશિયન રાષ્ટ્રપતિ સામે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ વિષય પર બંને નેતાઓએ ચર્ચા કરયાની માહિતિ સામે આવી છે.

રશિયાએ ફરી વખત કીવ પર હુમલો કર્યો
ફરી એક વખત રશિયએ યુક્રેનની રાજધાની કીવ પર મિસાઇલ એટેક કર્યો છે. જેમાં લોકોના મોત થયાની પણ આાશંકા છે. એક બાદ એક  થયેલા મિસાઇલ એટેકના કારણે કીવ ધણધણી ઉઠ્યું હતું. તો આ તરફ ખારકીવમાં પણ રશિયા દ્વારા હુમલાઓ શરુ કરવાામાાં આવ્યા છે. એવા અહેવાલો મળી રહ્યા છે કે રશિયા હવે રહેણાંક વિસ્તારને નિશાન બનાાવી રહ્યું છે.

અત્યાર સુધીમાં 17000 ભારીતયોએ યુક્રેન છોડ્યું
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટનું ઓપરેશન ગંગા ચાલી રહ્યું છે. ભારતના ચાર કેન્દ્રિય મંત્રીઓને ત્યાં મોકલવામાં આવ્યા છે. તો બજી તરફ ભારતના વિદેશ મંત્રાલય દ્વારા માહિતિ આપવામાં આવી છે કે અત્યાર સુધીમાં લગભગ 17000 જેટલા ભારતીય નાગરિકો યુક્રેન છોડ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે આગામી 24 કલાકની અંદર 15 ફ્લાઇટ જશે અને ત્યાં ફસાયેલા નાગરિકોને ભારત લાવશે.

ભારતીય નાગરિકોને તાત્કાલિક ખારકીવ છોડવા નિર્દેશ
યુક્રેનમાં ભારતીય દૂતાવાસે ખારકીવમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે નવી એડવાઇઝરી જાહેર કરી છે.જેમાં તમામ ભારતીયો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને તાકિદની અસરથી ખારકીવ છોડવા માટેનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત શક્ય તેટલી વહેલી તકે પિસોશીન, બેજ્લ્યુદોવકા અને બાબાયે તરફ આગળ વધવાનું કહ્યું છે. એડવાઈઝરી અનુસાર, નાગરિકોએ આજે ​​સાંજે 6 વાગ્યે (યુક્રેનના સમય મુજબ) આ સ્થળોએ પહોંચવું પડશે.
પોપ ફ્રાન્સિસે યુક્રેનને સમર્થન આપવાની અપીલ કરી
પોપ ફ્રાન્સિસે વિશ્વભરના લોકોને યુક્રેનના લોકોને સાથે આપવાની અપીલ કરી છે. તેમણે વિશ્વને બોમ્બ ધડાકાથી બચવા ભૂગર્ભ બંકરોમાં આશ્રય લેનારા યુક્રેનિયનોને ટેકો આપવા વિનંતી કરી છે. આ સાથે તેમણે પોલેન્ડનો પણ આભાર માન્યો, જેણે મોટી સંખ્યામાં યુક્રેન છોડીને આવેલા લોકોને આશ્રય આપ્યો છે.
ત્રીજુ વિશ્વયુદ્ધ થયું તે પરમાણુ યુદ્ધ હશે: રશિયન વિદેશ મંત્રી
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે કહ્યું છે કે જો ત્રીજું વિશ્વયુદ્ધ થયું તો તે પરમાણુ શસ્ત્રોથી લડવામાં આવશે અને વિનાશક હશે. રશિયન મીડિયાએ આ સમાચાર આપ્યા છે. લવરોવે કહ્યું હતું કે રશિયાની અર્થવ્યવસ્થાને નબળી પાડવા માટે પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોનો રશિયાએ કડક, વિચારશીલ અને સ્પષ્ટ જવાબ આપવાની જરૂર છે. ગયા અઠવાડિયે રશિયાએ યુક્રેન વિરુદ્ધ વિશેષ સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી. જો યુક્રેન પરમાણુ હથિયારો મેળવશે તો રશિયા માટે તે મોટું જોખમ હશે.
રશિયન સૈનિકોને અમારો ઇતિહાસ ભૂંસી નાખવાનો આદેશ આપવામાં આવ્યો છે : ઝેલેન્સકી
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ ચિંતા વ્યક્ત કરી છે કે રશિયન હુમલાઓથી પવિત્ર મંદિરોને જોખમ છે. તેમણે એમ પણ કહ્યું કે રશિયન સૈનિકો અમારા ઈતિહાસને ભૂંસી નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઝેલેન્સકીએ બુધવારે કિવમાં હોલોકોસ્ટ મેમોરિયલ બાબી યાર પર થયેલા રશિયન હુમલાની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે આ માનવતાનથી. આવા મિસાઇલ હુમલાનો અર્થ એ છે કે આપણું કિવ ઘણા રશિયનો માટે સંપૂર્ણપણે વિદેશ છે. તેઓ અમારા ઈતિહાસ વિશે કંઈ જાણતા નથી. તેઓને અમારો ઈતિહાસ, અમારો દેશ અને અમારા બધાનો નાશ કરવાનો આદેશ અપાયો છે. ઝેલેન્સકીએ એવો પણ દાવો કર્યો હતો કે ગયા ગુરુવારે આક્રમણ શરૂ થયું ત્યારથીઅત્યાર સુધીમાં લગભગ 6,000 રશિયન સૈનિકો માર્યા ગયા છે.
Advertisement
Tags :
Advertisement

.

×