Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

યુરોપના સૌથી મોટા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર રશિયન સૈનિકોએ કર્યો હુમલો

રશિયન સૈનિકોએ યુક્રેનના સૌથી મોટા પાવર પ્લાન્ટ પર મોટો હુમલો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, રશિયન સેનાએ ઝેપોરઝિયામાં ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર મોટો હુમલો કર્યો છે. જે બાદ અહીંથી ઘણો ધુમાડો નીકળી રહ્યો છે. યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રી કુલેબાએ રશિયાને અપીલ કરી છે કે તે તાત્કાલિક અહીં ગોળીબાર બંધ કરે અને ફાયર ફાઇટર્સને જવા દે. તેમણે કહ્યું કે આ યુરોપનો સૌથà«
યુરોપના સૌથી મોટા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર રશિયન સૈનિકોએ કર્યો હુમલો
Advertisement

રશિયન સૈનિકોએ યુક્રેનના સૌથી મોટા પાવર પ્લાન્ટ પર મોટો હુમલો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, રશિયન સેનાએ ઝેપોરઝિયામાં ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર મોટો હુમલો કર્યો છે. જે બાદ અહીંથી ઘણો ધુમાડો નીકળી રહ્યો છે. યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રી કુલેબાએ રશિયાને અપીલ કરી છે કે તે તાત્કાલિક અહીં ગોળીબાર બંધ કરે અને ફાયર ફાઇટર્સને જવા દે. તેમણે કહ્યું કે આ યુરોપનો સૌથી મોટો ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ છે.

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને આજે નવમો દિવસ છે. ત્યારે હવે રશિયન સૈનિકો દ્વારા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો કરવામાં આવ્યો છે, જે યુક્રેન માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે. દુનિયાના દેશો યુક્રેનની મદદે આવવાથી રશિયાએ ન્યૂક્લિયર વોરની ધમકી આપી દીધી છે. અને તે ન ભૂલવું જોઇએ કે, રશિયન રાષ્ટ્રપતિ પુતિન જ્યારે પણ કઇ બોલે છે તે કરીને બતાવે છે. ત્યારે હવે આ હુમલો થતા યુક્રેન સહિત દુનિયાભરના શ્વાસ થંભી ગયા છે. આ દરમિયાન યુક્રેનના વિદેશ મંત્રીએ કહ્યું છે કે, રશિયન સેના ઝેપોરઝિયા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર ચારે બાજુથી હુમલો કરી રહી છે, જે યુરોપનો સૌથી મોટો પરમાણુ પ્લાન્ટ છે. હુમલા બાદ પ્લાન્ટમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. વિદેશ મંત્રીએ કહ્યું કે, રશિયાએ તુરંત જ આ બંધ કરવું જોઈએ, ફાયર ફાઇટર્સને જવા દેવા જોઈએ, સલામત ઝોન બનાવવું જોઈએ.
Advertisement

ઓપન ન્યૂક્લિયર નેટવર્કના ડાયરેક્ટર લૌલાર રોકવૂડે જણાવ્યું હતું કે, આ યુદ્ધ યુક્રેનની ઈલેક્ટ્રિસિટી ગ્રીટ પર અસર પડી શકે છે, જે સંપૂર્ણપણે પરમાણુ શક્તિ પર નિર્ભર છે. તેમણે કહ્યું કે, સૈન્ય કાર્યવાહી આ પ્લાન્ટની આસપાસ પરમાણુ ઇન્સ્ટોલેશન માટે ખતરો છે, તેનાથી મોટું નુકસાન થઈ શકે છે. બુધવારે, રશિયન સેના ટેન્ક સાથે શહેરની અંદર આવી અને અહીં પાવર પ્લાન્ટને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સ્થાનિક રહેવાસીઓ, કામદારો પ્લાન્ટ તરફ એકઠા થઈ રહ્યા છે. યુક્રેનના અહીં ચાર સક્રિય પરમાણુ પ્લાન્ટ છે.
વળી, ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીએ ટ્વિટ કર્યું કે, અમને ઝેપોરઝિયાના પરમાણુ પાવર પ્લાન્ટ પર હુમલાની માહિતી મળી છે, અમે યુક્રેનની સરકારના સંપર્કમાં છીએ. IAEA ના ડિરેક્ટર જનરલ રાફેલ મારિયાનો ગ્રોસી યુક્રેનના વડા પ્રધાન સાથે વાત કરે છે. તેમણે અપીલ કરી છે કે અહીં સેનાનો ઉપયોગ ન કરવો જોઈએ, જો રિએક્ટરમાં વિસ્ફોટ થશે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે.
Advertisement
Tags :
Advertisement

.

×