યુક્રેનના સૈન્ય તાલીમ કેન્દ્ર પર રશિયાનો મિસાઇલ હુમલો, 100થી વધુ સૈનિકોના મોત
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સતત ભયાનક સ્વરુપ ધારણ કરી રહ્યું છે. રશિયા દ્વારા યુક્રેન પર કરવામાં આવી રહેલા હુમલા દિવસે દિવસે વધારે ભયાનક તથા આક્રમક થઇ રહ્યા છે. રશિયા દ્વારા હવે હાઇપરસોનિક મિસાઇલનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે યુક્રેનમાં તબાહી મચાવી રહી છે. રવિવારે પણ રશિયાના હુમલામાં યુક્રેનમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે રશિયા દ્વારા યુક્રેનના મિલિટ્રી સેનà
Advertisement
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સતત ભયાનક સ્વરુપ ધારણ કરી રહ્યું છે. રશિયા દ્વારા યુક્રેન પર કરવામાં આવી રહેલા હુમલા દિવસે દિવસે વધારે ભયાનક તથા આક્રમક થઇ રહ્યા છે. રશિયા દ્વારા હવે હાઇપરસોનિક મિસાઇલનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે યુક્રેનમાં તબાહી મચાવી રહી છે. રવિવારે પણ રશિયાના હુમલામાં યુક્રેનમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે રશિયા દ્વારા યુક્રેનના મિલિટ્રી સેન્ટર પર વધુ એક હુમલો કર્યાના સમાચાર મળી રહ્યા છે.
100 સૈનિકોના મોત
રવિવારે રશિયન મીડિયા સ્પુટનિકે દાવો કર્યો હતો કે રશિયન સૈન્ય દળોએ ઝાયટોમીર ક્ષેત્રમાં આવેલા યુક્રેનના લશ્કરી તાલીમ કેન્દ્ર પર મિસાઇલ વડે હુમલો કર્યો છે. આ હુમલામાં 100થી પણ વધુ યુક્રેનિયન અને વિદેશી સૈનિકો માર્યા ગયા છે. રશિયન સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઇગોર કોનાશેકોવે રવિવારે જાહેર કરેલા એક નિવેદનમાં દાવો કર્યો હતો કે તેણે યુદ્ધના 25માં દિવસે યુક્રેનને મોટું નુકસાન પહોંચાડ્યું છે. રશિયાએ ઝાયટોમીર વિસ્તારમાં યુક્રેનના લશ્કરી તાલીમ કેન્દ્ર પર મિસાઈલ હુમલો કર્યો. જેમાં યુક્રેનના 100 થી વધુ સૈનિકોના મોત થયા છે.
Information on Russian invasion
Losses of the Russian armed forces in Ukraine, March 20 pic.twitter.com/cU7v6PtuuX
— MFA of Ukraine 🇺🇦 (@MFA_Ukraine) March 20, 2022
રશિયાને પણ મોટું નુકસાન
બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ કહ્યું છે કે તેઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરવા તૈયાર છે. પરંતુ તેમણે એમ પણ કહ્યું કે જો વાતચીત નિષ્ફળ જશે તો ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ શકે છે. આ સિવાય યુક્રેન સરકારે દાવો કર્યો છે કે યુદ્ધમાં રશિયાને પણ મોટું નુકસાન થયું છે. યુક્રેન સરકારના દાવા મુજબ અત્યાર સુધીમાં 14700 રશિયન સૈનિકો માર્યા ગયા છે. આ સિવાય રશિયાના 96 એરક્રાફ્ટ, 118 હેલિકોપ્ટર, 476 ટેન્ક, 21 UAV, 1487 સૈન્ય વાહનો, 44 એન્ટી એરક્રાફ્ટ નષ્ટ કરવામાં આવ્યા છે.
Advertisement


