Sabarkantha : Sabar Dairy એ ભાવફેરને લઈ કરી મોટી જાહેરાત
સાબરડેરીનાં વાર્ષિક ભાવફેરનાં નિર્ણય સામે છેલ્લા પાંચ દિવસથી પશુપાલકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.
Advertisement
સાબરકાંઠા જિલ્લાની (Sabarkantha) સાબરડેરી સામે પશુપાલકોનો વિરોધ હાલ પણ યથાવત છે. સાબરડેરીનાં વાર્ષિક ભાવફેરનાં નિર્ણય સામે છેલ્લા પાંચ દિવસથી પશુપાલકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ મામલે ચર્ચા કરવા માટે આજે નિયામક મંડળની બેઠક યોજાઈ હતી, જેમાં સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના આગેવાનો, સાંસદ, ઈડર ધારાસભ્ય રમણ વોરા (Raman Vora), મહેન્દ્રસિંહ બારૈયા, બંને જિલ્લાના ભાજપ (BJP) પ્રમુખ, મહામંત્રી સહિતનાં આગેવાનો હાજર રહ્યા હતા. બેઠક બાદ પશુપાલકોને વાર્ષિક ભાવફેર 995 રુપિયા પ્રતિ કિલો ફેટે ચુકવાશે તેવી જાહેરાત કરાઈ છે.
Advertisement


