Sabarkantha : પૂર્વ મંત્રી Ramanlal Vora નો વ્હોટ્સએપ મેસેજ વાયરલ
Sabarkantha જિલ્લામાં ભાજપના જાદર તાલુકા વ્હોટ્સએપ ગ્રુપમાં પૂર્વ મંત્રી રમણલાલ વોરા (Former Minister Ramanlal Vora) ના નામે મોકલાયેલ એક મેસેજ વાયરલ થતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે.
Advertisement
- સાબરકાંઠા ભાજપના વ્હોટ્સએપ ગ્રુપનો મેસેજ વાયરલ
- જાદર તાલુકા ભાજપના ગ્રુપમાં પૂર્વમંત્રીના નામે મેસેજ
- પૂર્વ મંત્રી રમણલાલ વોરાનો વ્હોટ્સએપ મેસેજ વાયરલ
- વિસાવદર વાળી કરવાનો વ્હોટ્સએપ ગ્રુપમાં કર્યો મેસેજ
- સમગ્ર મામલે પૂર્વ મંત્રી રમણ વોરાએ મીડિયા સમક્ષ કર્યો ખુલાસો
Sabarkantha જિલ્લામાં ભાજપના જાદર તાલુકા વ્હોટ્સએપ ગ્રુપમાં પૂર્વ મંત્રી રમણલાલ વોરા (Former Minister Ramanlal Vora) ના નામે મોકલાયેલ એક મેસેજ વાયરલ થતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે.
માહિતી મુજબ, આ મેસેજ વિસાવદર વિસ્તાર સાથે સંકળાયેલો હોવાનું કહેવાય છે અને તે ઝડપથી અન્ય ગ્રુપોમાં પણ ફેલાયો હતો. ઘટનાને લઈને પૂર્વ મંત્રી રમણ વોરાએ મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, તેમના નામનો ગેરવપરાશ કરીને ખોટો મેસેજ ફેલાવવામાં આવ્યો છે, જેની તેઓએ કોઈ મંજૂરી આપી નથી. આ બનાવ બાદ ભાજપના આંતરિક ગ્રુપોમાં પણ ચિંતા ફેલાઈ છે કે આવાં કિસ્સાઓથી સાવધાન રહેવું જરૂરી છે.
Advertisement
આ પણ વાંચો : ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર : વલસાડની અતુલ ગ્રામપંચાયતના ડેપ્યુટી સરપંચને DDO ની નોટિસ
Advertisement