Sabarkantha : ગોપાલ કંપનીનાં ગાંઠિયાનાં પેકેટમાંથી તળાઈ ગયેલી મૃત ઉંદરડી નીકળી
હિંમતનગરનાં પ્રેમપુરામાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગોપાલ કંપનીના ગાંઠિયાના પેકેટમાંથી તળાઈ ગયેલી મૃત ઉંદરડી નીકળી હોવાનો ગંભીર આરોપ કરાયો છે. ઉંદરડી જોતા માતાને ઉલટી થઈ હતી, જ્યારે દીકરીને ઝાડા થતાં સરકારી હોસ્પિટલ ખસેડાઈ હતી.
Advertisement
- ગોપાલ કંપનીનાં ગાંઠિયાનાં પેકેટમાંથી તળાઈ ગયેલી મૃત ઉંદરડી નીકળી હોવાનો આરોપ
- માતાને ઉલટી, બાળકીને ઝાડા થયા, ફૂડ વિભાગનું મંદ વલણ!
- Himmatnagar નાં પ્રેમપુરમાં ચોંકાવનારી ઘટના
Sabarkantha : હિંમતનગરનાં પ્રેમપુરામાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગોપાલ કંપનીના ગાંઠિયાના પેકેટમાંથી તળાઈ ગયેલી મૃત ઉંદરડી નીકળી હોવાનો ગંભીર આરોપ કરાયો છે. ઉંદરડી જોતા માતાને ઉલટી થઈ હતી, જ્યારે દીકરીને ઝાડા થતાં સરકારી હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં રિપોર્ટ કરાવતા પોઇઝન આવ્યું હોવાનું જણાયું હતું. બીજી તરફ આ અંગે ફરિયાદ કરતા સેલ્સમેને પડીકું બદલી આપવાનું કહ્યું હતું, જ્યારે ફૂડ વિભાગે તો 'ઓફિસનો સયમ પૂરો થયો છે' તેવો જવાબ આપ્યો હતો.
Advertisement


