હજુ આજે પણ સ્ત્રીના અલગ અસ્તિત્વનો સ્વીકાર કરવાની માનસિકતા આપણે પૂરેપૂરી વિકસાવી શક્યા નથી…
21મી સદીની સ્ત્રી ગુજરાતી ભાષાની લોકપ્રિય નવલકથાના શિર્ષકનો આધાર લઇને કહીએ તો ધરતી ઉપરથી હવે ‘સાત પગલાં આકાશમાં’ માંડી ચૂકી છે એટલે કે એની ભીતરની દબાયેલી, કચડાયેલી, પીડિતાને શોષિતા સ્વરૂપે પુરૂષ પ્રધાન સમાજ રચનામાં પડદા પાછળ સંતાયેલી સ્ત્રી હવે સમાજના રંગમંચ ઉપર આવી ચૂકી છે અને એ રંગમંચ ઉપર આ “શક્તિ સ્વરૂપા” સ્ત્રી અલગ અલગ ભૂમિકાઓ કરવા તત્પર બની છે. અલબત્ત હજુ પુરૂષ પ્રધાન માનà
Advertisement
21મી સદીની સ્ત્રી ગુજરાતી ભાષાની લોકપ્રિય નવલકથાના શિર્ષકનો આધાર લઇને કહીએ તો ધરતી ઉપરથી હવે ‘સાત પગલાં આકાશમાં’ માંડી ચૂકી છે એટલે કે એની ભીતરની દબાયેલી, કચડાયેલી, પીડિતાને શોષિતા સ્વરૂપે પુરૂષ પ્રધાન સમાજ રચનામાં પડદા પાછળ સંતાયેલી સ્ત્રી હવે સમાજના રંગમંચ ઉપર આવી ચૂકી છે અને એ રંગમંચ ઉપર આ “શક્તિ સ્વરૂપા” સ્ત્રી અલગ અલગ ભૂમિકાઓ કરવા તત્પર બની છે. અલબત્ત હજુ પુરૂષ પ્રધાન માનસિકતા પૂરેપૂરી બદલાઇ નથી એટલે એને પોતાની ભૂમિકા ભજવવામાં મુશ્કેલીઓ આવે છે.
આજથી પાંચેક હજાર વર્ષ પહેલાં રામે લાકાપ વાદથી પ્રેરાઇને સીતા ત્યાગ કર્યો હતો એ વખતે સીતાને ત્યાગ એ એક સાચા શાસક દ્વારા પોતાની પ્રામાણિકતાનું ઉદાહરણ આપવા કરાયો હતો અને તેથી તત્કાલીન જનસમૂહે તેને બીરદાવ્યો પણ હતો. આજે પણ તેનેબીરદાવનારા નીકળી આવે તો નવાઇ નહીં.
સીતા ત્યાગની ઘટનાને આજના સંદર્ભમાં મૂલવીએ તો રામને મન સીતાનું - પત્નીનું - મહત્વ બીજા નંબરે હતું, એમને મન પહેલું મહત્વ રાજ્ય હતું. આ માનસિકતામાં પણ અજ્ઞાત માનસમાં સ્ત્રીન સ્ત્રી તરીકેના અસ્તિત્વનો ઇનકાર જોવા મળે છે. વળી સ્ત્રીના ચારિત્ર્ય ઉપર સહેલાઇથી આક્ષેપ મુકવાની “ધોબી વૃત્તિ” અને એ વૃત્તિને સમજ્યા વગર ન્યાય કરવાની રાજાની મનોવૃત્તિમાં પણ સ્ત્રીત્વના અસ્તિત્વ અને અસ્મિતાનો ઇન્કાર જોવા મળે છે. કદાચ કોઇકને ગમે કે ના પણ ગમે તો પણ આજે તો એવું પણ કહેવાનું મન થઇ જાય કે લંકાવાસ દરમિયાન સીતાજીના રામના ચરિત્ર કે ચારિત્ર્ય ઉપર કેમ કોઇને “ધોબીશંકા” ના ગઇ? આટલા દુખો વચ્ચે પણ સીતાજી તો કહે છે કે“त्वमेव भरता न च विप्र योगा ॥” આવું રામે કહ્યું નથી. 21મી સદીના સ્ત્રીઆર્થના અજવાળામાં સ્વાભાવિક રીતે આવો પ્રશ્ન પણ ઉઠે.
આજે આ સદીમાં સ્ત્રી સ્વાતંત્ર્યનો મહિમા કરતાં સમાજમાં લગ્નવિચ્છેદ, છૂટાછેડા કે તલાકના પ્રમાક્ષ વધ્યા છે. ત્યારે પહેલો પ્રશ્ન તો એપણ થાય છે કે શું આજની “સીતા”એ પણ પાંચ હજાર વર્ષ પહેલાની સ્થિતી પ્રમાણે વારંવાર ધોબી વૃત્તિના શિકાર થઇને જુદા જુદા પ્રકારની અગ્નિપરીક્ષા ઓમાંથી સતત પસાર થતા રહેવાનું છે ?
હા આજે એટલો બદલાવ જરૂર આવો છે, અગ્નિપરીક્ષામાં પસાર થયેલી આજની સ્ત્રી ધરતીમાં સમાઇ જતી નથી પણ ઉન્નત બનીને પોતાની આગવી ઓળખ પુનઃસ્થાપિત કરવા માટે “સ્ત્રીઆર્થ” કરે છે અને મોટે ભાગે સફળ પણ થાય છે પણ એ સફળતાની ટકાવારીઘણી નાની છે.
હજુ આજે પણ સ્ત્રીના અલગ અસ્તિત્વનો સ્વીકાર કરવાની માનસિકતા આપણે પૂરેપૂરી વિકસાવી શક્યા નથી. કન્યા કુંવારી હોય તોએના નામ આગળ કુમારી, પરણેલી હોય તો શ્રીમતી, તરછોડાયેલી હોય તો ત્યક્તા વગેરે વિશેષણો એની ઓળખ આગળ વપરાય છેકે મુકાય છે. પુરૂષના નામ આગળ એવા કોઇ વિશેષણો મુકવાનો આજે પણ રિવાજ નથી. જો વિધવા સ્ત્રીને ગંગા સ્વરૂપ કહેવાતી હોયતો પુરૂષના નામની આગળ પણ “હિમાલય સ્વરૂપ” કે એવું કોઇ ઓળખપત્ર કેમ મુકાતું નથી?
લગ્ન પછી આજની બદલાયેલી પરિસ્થિતીમાં કોઇપણ કારણસર છૂટાછેડાથી કે બીજી રીતે સીતાની જેમ ત્યજાયેલી શક્તિ સ્વરૂપાઓને સાચા અર્થમાં સમજવાની, સ્વીકારવાની તેમનું સંરક્ષણ કરવાની ને તેમને પણ જીવનનો પૂર્ણ અધિકાર આપવાની સમાજની તૈયારી ઉપર પૂર્ણ વિશ્વાસ મુકી શકાય એમ નથી એટલે જ ડોમેસ્ટીક વાયોલેન્સથી માંડીને ભરણ પોષણના કાયદાનો ફાયદો મેળવવા સ્ત્રીઓએ જ કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે છે. “સદીના સ્ત્રીઆર્થ”માં આપણા સમાજે પોતાના સામાજીક માળખામાં આ અંગે કોઇ નક્કર વ્યવસ્થા ગોઠવવાનો સમય પાકી ગયો છે.


