"ગગનયાન"માં ભારતીય સ્ત્રી પૃથ્વીનું પ્રતિનિધિત્વ કરતા ગગન ગામી બને એ સ્ત્રી શક્તિનું અનોખું ગૌરવ
આપણો દેશ એની આઝાદીના ૭૫માં વર્ષમાંથી પસાર થઇ રહ્યો છે. આ આખા વર્ષની આઝાદીના અમૃત મહોત્સવ તરીકે ઉજવવાનું આપણે નક્કી કર્યું છે. કોઈ પણ દેશ આઝાદી મેળવ્યા પછી આટલી લાંબી મજલ કાપીને 75 વર્ષ દરમિયાન અને સિદ્ધિઓ સાથે પોતાની લોકશાહી પરંપરા રે સજીવન રાખીને સૌનો વિકાસ થાય એ માટે નોંધપાત્ર કામગીરી કરી શક્યું તે પ્રત્યેક ભારતવાસી માટે મોટા ગૌરવની વાત બને છે.આપ સહુને યાદ હશે કે આઝાદીના અમૃત મ
Advertisement
આપણો દેશ એની આઝાદીના ૭૫માં વર્ષમાંથી પસાર થઇ રહ્યો છે. આ આખા વર્ષની આઝાદીના અમૃત મહોત્સવ તરીકે ઉજવવાનું આપણે નક્કી કર્યું છે. કોઈ પણ દેશ આઝાદી મેળવ્યા પછી આટલી લાંબી મજલ કાપીને 75 વર્ષ દરમિયાન અને સિદ્ધિઓ સાથે પોતાની લોકશાહી પરંપરા રે સજીવન રાખીને સૌનો વિકાસ થાય એ માટે નોંધપાત્ર કામગીરી કરી શક્યું તે પ્રત્યેક ભારતવાસી માટે મોટા ગૌરવની વાત બને છે.
આપ સહુને યાદ હશે કે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો પ્રારંભ થયો ત્યારે લાલ કિલ્લા ઉપરથી ભારતના વડાપ્રધાને આપેલા યાદગાર ભાષણમાં એક મુદ્દો એ પણ હતો કે આ વર્ષ દરમિયાન આપણો દેશ અંતરિક્ષમાં સમાનવ યાન મોકલવા માટે સફળ રહેલા દેશોની યાદીમાં પોતાનું નામ અંકે કરાવવા માટે પ્રયત્ન શીલ છે. માણસ જાતના વિકાસમાં સમુદ્ર અને અંતરિક્ષ વિષે એવી કોઈપણ જાણકારી કે જ્ઞાન વધે તે આખી પ્રક્રિયા સમગ્ર માનવજાત માટે ઉપકારક બની શકે છે. ભારત ટૂંકા સમયમાં અંતરીક્ષ શોધ અને સંશોધનના ક્ષેત્રમાં બહુ મોટી હરણફાળ ભરવા જઈ રહ્યું છે. ત્યારે આપણે સૌ આજે આ હરણફાળમાં સ્ત્રી અને સ્ત્રી શક્તિનો સ્વીકાર અને જયજયકાર થાય એવી અપેક્ષા પણ રાખીએ.
ભારત અંતરિક્ષમાં જે યાન મોકલવા પ્રયત્નશીલ છે તેને "ગગનયાન" ગમી જાય એવું ગૌરવશાળી નામ અપાયું છે. લાલ કિલ્લા ઉપરથી આ જાહેરાત કરતી વખતે વડાપ્રધાને એ પણ સંકેત આપ્યો હતો કે ગગનયાનમાં બેસીને ભારતીય નાગરિક-સ્ત્રી કે પુરુષ-અવકાશમાં યાત્રા કરશે. પ્રત્યેક ભારતીય માટે આ અત્યંત રોમાંચક અને ગૌરવની લાગણી આપનારા અને આગામી દિવસોમાં ભારતની એક જુદી જ ઓળખ તરફ આપણે પ્રયાણ કરી રહ્યા છીએ તેની સાક્ષી પૂરે છે.
આપણી નાસા દ્વારા અવકાશમાં ગયેલા અંતરિક્ષ યાનમાં કલ્પના ચાવલા ગયા તે આપણે માટે બહુ મોટા ગૌરવની વાત બની પણ એ સાથે યાન જ્યારે પાછું ફરી રહ્યું હતું. અકસ્માત સર્જાતા અન્ય અવકાશયાત્રીઓની સાથે કલ્પના ચાવલા પણ અવકાશમાં જ મૃત્યુ પામ્યા જે ઘટના માત્ર ભારતીયો માટે નહીં સમગ્ર વિશ્વ માટે દુઃખદ ઘટના બની.
આજે આપણે એકવીસમી સદીમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે ને વળી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે અને એ ઉજવણીના એક ભાગરૂપે "ગગનયાન" અવકાશમાં સમાનવ મોકલવા પ્રતિબદ્ધ થયા છીએ. ભારતીય સ્ત્રીઓ તરફથી એવી અપેક્ષા પણ રાખવી અસ્થાને નહીં ગણાય કે આગામી અવકાશી ઉડાન "ગગનયાન"માં આપણી ભારતીય સ્ત્રી શક્તિ પૃથ્વીનું પ્રતિનિધિત્વ કરતા ગગન ગામી બને અને એ રીતે ભારતનું જ નહીં સમગ્ર વિશ્વની સ્ત્રી શક્તિનું આગવુ અનોખું ગૌરવ અંકિત કરે.
સદીનો આ પણ એક સ્ત્રીઆર્થ બનવાની સંભાવનાઓ દેખાય છે ત્યારે બધા જ ભારતીયો વતી આપણી સામૂહિક ઇચ્છાશક્તિ અને પ્રભુ પ્રાર્થનાએ દિશામાં કામે લગાડીએ.


