Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ક્રાંતિકારી પરિવર્તનો લાવીને સમાજમાં સદીના સ્ત્રીઆર્થને નવી જ ઉંચાઈ આપવામાં સફળતા મેળવી છે..

આપણે ત્યાં સદીઓથી ધાર્મિક વિધિવિધાનોમાં મંદિરોના પ્રવેશ  અને એવી બીજી કેટલીક ધર્મ સાથે જોડાયેલી સામાજિક વિધીમાં સ્ત્રીઓને કાં તો બાકાત રાખવામાં આવી છે અથવા તો તેમને બીજા કે ત્રીજા નંબરના સ્થાન ઉપર મૂકવામાં આવી છે.  એ આપણી સંસ્કૃતિમાં પાછળથી ઘુસી ગયેલા એક દુષણની ચાડી ખાય છે.આપણે ત્યાં સ્વાભાવિક રીતે લગ્નવિધિમાં મંગળ ફેરા ફરતી વખતે પણ જે વિધિ વિધાન કરાવનાર બ્રાહ્મણ કે પુરોહિત
ક્રાંતિકારી પરિવર્તનો લાવીને સમાજમાં સદીના સ્ત્રીઆર્થને નવી જ ઉંચાઈ આપવામાં સફળતા મેળવી છે
Advertisement
આપણે ત્યાં સદીઓથી ધાર્મિક વિધિવિધાનોમાં મંદિરોના પ્રવેશ  અને એવી બીજી કેટલીક ધર્મ સાથે જોડાયેલી સામાજિક વિધીમાં સ્ત્રીઓને કાં તો બાકાત રાખવામાં આવી છે અથવા તો તેમને બીજા કે ત્રીજા નંબરના સ્થાન ઉપર મૂકવામાં આવી છે.  એ આપણી સંસ્કૃતિમાં પાછળથી ઘુસી ગયેલા એક દુષણની ચાડી ખાય છે.
આપણે ત્યાં સ્વાભાવિક રીતે લગ્નવિધિમાં મંગળ ફેરા ફરતી વખતે પણ જે વિધિ વિધાન કરાવનાર બ્રાહ્મણ કે પુરોહિત હોય તે પુરુષ જ હોય એવું આપણે માનીને ચાલ્યા. વારસાઈ મિલકતમાં પણ આપણે વારસદાર તરીકે પુરુષને જ સ્વીકારવાનો આગ્રહ રાખ્યો.
સ્મશાનમાં સ્ત્રીઓના પ્રવેશ ઉપર નિષેધ રખાયો એટલું જ નહીં પણ પરિવારનું કોઈ સ્વજન મૃત્યુ પામે ત્યારે તેને મુખાગ્નિ દેવાનો અધિકાર પણ પુરુષને જ અપાયો. આપણા પરિવારોમાં પણ મહત્વના નિર્ણય ઘરનું વડીલ પુરુષ જ લે એવો એક અલિખિત નિયમ પાળવામાં આવતો હતો.
ગ્રામ્ય પ્રદેશોમાં સ્ત્રીઓના શિક્ષણ વિશે પણ એવો ખ્યાલ બાંધીને ચાલવામાં આવતું હતું કે સ્ત્રીએ ભણી-ગણીને શું કરવાનું છે? છેવટે તો એણે ઘર ગૃહસ્થી જ સંભાળવાના છે ને! આઝાદી પછી સ્ત્રી શિક્ષણમાં વધારો થતાં જો કોઈ ગામમાં સ્ત્રી શિક્ષિકા તરીકે શાળામાં સરકાર દ્વારા નિમણૂક પામે તો ગામના લોકોને સામાન્ય રીતે એ જલ્દી ગમતું નહોતું. આપણે એવું જ માનીને ચાલતા હતાં કે શિક્ષક ધર્મએ પુરુષનો ઇજારો છે. આપણે ત્યાં ગુરુ પરંપરામાં પણ પુરુષની જ બોલબાલા જોવા મળે છે.
આ બધી વાતો સહેજ પણ નવી નથી અને છતાં આપણને એટલી બધી કોઠે પડી ગઈ છે કે આપણે કોઈપણ પ્રકારના વિરોધ વગર વાંધા વગર એને સ્વીકારી લઈએ છીએ.  દુઃખ તો ત્યારે થાય છે કે વસ્તીના અડધા ભાગની આપણી નારી શક્તિએ પણ મોટેભાગે પોતાની આવી સ્થિતિને સ્વીકારીને ચાલવાનું પસંદ કર્યું. પણ એકવીસમી સદી સ્ત્રી સમાનતાની દિશામાં પ્રયત્નો ચાલી રહ્યા છે. તેમાં ક્રાંતિકારી પરિવર્તનો લાવીને સમાજમાં સદીના સ્ત્રીઆર્થ અને એક નવી જ ઉંચાઈ આપવામાં સફળતા મેળવી છે. વધુ દાખલાઓ ન આપતા માત્ર તાજા બેજ ઉદાહરણો જોઈએ.
એક તો મંદિરોમાં સ્ત્રીઓના પ્રવેશ ઉપર જે નિષેધ ફરમાવવામાં આવ્યો હતો તેવા આપણા દેશના જ કેટલાક ખાસ મંદિરોમાંએ પ્રથા વીસમી સદીના અંત સુધી ચાલુ રહી હતી જે આપણે માટે એક શરમજનક ઘટના હતી. પણ ૨૧મી સદીના પ્રારંભથી જ સ્ત્રીઓએ એવા પ્રકારના મંદિરોમાં પ્રવેશ માટે આગ્રહ રાખીને એટલું જ નહીં પોતાની શક્તિનો ઉપયોગ કરીને મંદિરોમાં પ્રવેશવાની ઇચ્છા પ્રદર્શિત કરી. આ  માટે સક્રિય થયા અને એથી આગળ વધીને ન્યાયાલયના દરવાજા ખટખટાવ્યા અને છેવટે ન્યાયાલય હવે પણ સ્ત્રીઓના મંદિર પ્રવેશને કાયદેસરતા આપીને આપણા દેશમાં સ્ત્રી સમાનતા તરફી  નવું ક્રાંતિકારી પ્રકરણ ઉમેર્યું.
બીજુ તાજેતરમાં જ ગુજરાતમાં થયેલી એક ખુબજ મહત્વની શરૂઆતના સમાચારથી આપણે સૌ રોમાંચિત થઈ જઈએ છીએ. સમાચારો પ્રમાણે હવે યુવતીઓ પણ યજ્ઞ, કથા, લગ્ન - મરણ વગેરે જેવા કર્મકાંડ કરાવવા માટે પોતે સંસ્કૃત મહાવિદ્યાલયમાં ઋષિકુમારો સાથે શાસ્ત્રી બનાવવાની તૈયારીઓ કરીને હવે સમાજમાં પ્રવેશ કરી રહી છે.  સમાજની સામે એક નવો શિરસ્તો સ્થાપવા માટે પ્રતિબદ્ધ થઈ છે.
આવનારા વર્ષોમાં કર્મકાંડ કરાવતી સ્ત્રી તેને આપણે જોઈ શકીશું અને એ રીતે ધાર્મિક વિધિ વિધાનમાં વર્ષોથી ચાલી આવતી પુરુષોની ઇજારાશાહીને આપણી નારી શક્તિએ તોડવાનો જે એક મહત્વનો સંકલ્પ ચરિતાર્થ કર્યો છે તે કદાચ આપણી આ સદીનું એક વધારાનો નવો સ્ત્રીઆર્થ બને છે.
હજુ વધારે ઉદાહરણો પણ આપી શકાય અને એ રીતે ૨૧મી સદીમાં આપણી નારી શક્તિ જે રીતે જીવનને સ્પર્શતા તમામ ક્ષેત્રોમાં પુરુષની સાથે ખભો મેળવીને બરોબરીનો હિસ્સો માંગી રહ્યા છે .એટલું જ નહીં તે સિદ્ધ પણ કરી રહ્યા છે. તે ૨૧મી સદી માટે એક સ્ત્રી સમાનતાની દિશાનો બહુ જ મોટો વિજય ગણાશે.
Tags :
Advertisement

.

×