પ્રયાગરાજમાં ઉપસ્થિત હિન્દુ, જૈન, શીખ ધર્મના સંતોએ સનાતન બોર્ડની માંગણી કરી
સનાતન બોર્ડના ગઠન માટે ઉપસ્થિત હિન્દુ, જૈન, શીખ ધર્મના સંતો દ્વારા ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. કુંભનગરી પ્રયાગરાજમાં સનાતન બોર્ડની રચનાને લઈને ધર્મસંસદમાં ભાગ લેવા માટે અનેક સાધુ, સંતો મહાકુંભમાં પહોંચ્યા છે.
Advertisement
Mahakumbh : સનાતન બોર્ડના ગઠન માટે ઉપસ્થિત હિન્દુ, જૈન, શીખ ધર્મના સંતો દ્વારા ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. કુંભનગરી પ્રયાગરાજમાં સનાતન બોર્ડની રચનાને લઈને ધર્મસંસદમાં ભાગ લેવા માટે અનેક સાધુ, સંતો મહાકુંભમાં પહોંચ્યા છે. મહાકુંભમાં હાજર જૈન સંત વિવેકમુનીજી મહારાજએ જણાવ્યું કે, પ્રયાગરાજની આ પાવન ધરા જ્યાં દિવ્ય કુંભ, ભવ્ય કુંભનું આયોજન થઈ રહ્યું છે. જ્યાં સનાતન સંસ્કૃતિનું રક્ષણ કરતા ધર્માચાર્ય અહીંયા એકત્રિત થયા છે. અને સનાતન ધર્મ સંસદના આજના સંમેલનનું આયોજન દેવકીનંદનજીએ કર્યું છે. આજનો હિન્દુ ધર્મ અનેક જાતિઓ અને સંપ્રદાયોમાં વહેંચાયેલો છે. પ્રયાગરાજમાં આયોજિત કુંભમેળામાં સનાતનીઓ દરેક ભેદભાવોને ભુલીને એક થયા છે. હિન્દુ એકતા જ રાષ્ટ્રની સુરક્ષાની ગેરંટી છે.
Advertisement


