Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રણબીર-આલિયાના લગ્નમાં સંજય દત્ત હાજરી નહીં આપે !

સંજય દત્ત રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બંને સાથે સારી બોન્ડિંગ શેર કરે છે. પરંતુ કપૂર-ભટ્ટ પરિવારે બંન્નેના લગ્નમાં આમંત્રણ આપ્યું નથી સંજયની બાયોપિક સંજુમાં રણબીરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. સાથે જ સંજય દત્તે આલિયા ભટ્ટ સાથે ફિલ્મ સડક 2માં કામ કર્યું હતું. આમાં તે આલિયાના પિતાની ભૂમિકામાં જોવાં મળ્યો હતો.આ વૈભવી લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું નથીરણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નને કà
રણબીર આલિયાના લગ્નમાં સંજય દત્ત હાજરી નહીં આપે
Advertisement

સંજય દત્ત રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બંને સાથે સારી બોન્ડિંગ શેર કરે છે. પરંતુ કપૂર-ભટ્ટ પરિવારે બંન્નેના લગ્નમાં આમંત્રણ આપ્યું નથી સંજયની બાયોપિક સંજુમાં રણબીરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. સાથે જ સંજય દત્તે આલિયા ભટ્ટ સાથે ફિલ્મ સડક 2માં કામ કર્યું હતું. આમાં તે આલિયાના પિતાની ભૂમિકામાં જોવાં મળ્યો હતો.


આ વૈભવી લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નને કારણે બોલિવૂડમાં ધૂમ મચી છે. અહેવાલ છે કે આલિયા અને રણબીર 13 થી 15 એપ્રિલની વચ્ચે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બંનેના વેડિંગ વેન્યુથી લઈને વેડિંગ ગેસ્ટની યાદી સુધી બધું જ હેડલાઈન્સમાં રહે છે. દરમિયાન અહેવાલો મુજબ અભિનેતા સંજય દત્ત, રણબીર અને આલિયા સારી રીતે સંકળાયેલા છે. જો કે  સંજય દત્ત સાથે સંકળાયેલા સૂત્રોનું માનીએ તો તેને આ વૈભવી લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી. 

સંજય બંનેને લગ્ન માટે શુભેચ્છાઓ મોકલી
સૂત્રએ કહ્યું, "તે (સંજય દત્ત)ને આ વિશે કોઈ જાણ નથી. તેમજ તેમને બોલાવવામાં આવ્યા નથી. આજે હું રણબીરને ખૂબ જ પસંદ કરું છું અને તેની રિસેપ્શન પાર્ટીમાં ચોક્કસ આવીશ. ઉપરાંત, સંજય બંનેને લગ્ન માટે શુભેચ્છાઓ મોકલે છે. સંજુ ફિલ્મ પછી સંજય દત્તે રણબીર કપૂર સાથે લાંબી વાતચીત પણ કરી હતી અને તેના કામની પ્રશંસા કરી. પરંતુ તેણે 13 થી 15 એપ્રિલની વચ્ચે યોજાનાર કોઈપણ લગ્નમાં હાજરી આપવી જોઈએ નહીં તે વિશે કોઇ જાણકીરી નથી મળી પિતા ઋષિ કપૂરને ફિલ્મ સંજુમાં રણબીરનો અભિનય ગમ્યો હતો. આ ફિલ્મમાં રણબીર કપૂરે સંજય દત્તનો રોલ કર્યો હતો. ફિલ્મમાં સંજયની રિયલ લાઇફ સ્ટોરી, તેનું ડ્રગ્સ કનેક્શન સાથે સંઘર્ષ બતાવવામાં આવ્યો હતો. તો બીજી બાજુ સંજય દત્તે આલિયા ભટ્ટ સાથે ફિલ્મ સડક 2 માં કામ કર્યું છે. આમાં તે આલિયાનો પિતા બન્યો હતો. 
 
આ સેલેબ્સ આવશે 
રણબીર અને આલિયાના લગ્નની વાત કરીએ તો તેના વિશે સતત ખબરો આવી રહી છે. કરણ જોહર, સંજય લીલા ભણસાલી, ઝોયા અખ્તર, શાહરૂખ ખાન,આકાંક્ષા રંજન, વરુણ ધવન, અયાન મુખર્જી સાથે અન્ય સેલેબ્સ હાજરી આપી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ લગ્ન રણબીર કપૂરના બાંદ્રાના એક ઘરમાં થશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આલિયા ભટ્ટના બ્રાઇડલ આઉટફિટ ફેશન ડિઝાઇનર સબ્યસાચી આ લગ્ન માટે તૈયાર કરી રહ્યાં છે.
Advertisement
Tags :
Advertisement

.

×