Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કેનેડામાં સરદાર પટેલની પ્રતિમાનું નરેન્દ્ર મોદી દ્વારા અનાવરણ, કહ્યું - ભારતીય ગમે ત્યાં રહે, દેશ માટેની નિષ્ઠા ઓછી નથી થતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કેનેડાના મરખનમાં સનાતન મંદિર કલ્ચરલ સેન્ટર (SMCC) ખાતે સરદાર પટેલની પ્રતિમાનું વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા અનાવરણ કર્યું હતું. આ અવસર પર નરેન્દ્ર મોદીએ કહ્યું કે સનાતન મંદિરમાં સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા માત્ર આપણા સાંસ્કૃતિક મૂલ્યોને મજબૂત બનાવશે એટલું જ નહીં, પરંતુ બંને દેશો વચ્ચેના સંબંધોનું પ્રતીક પણ બનશે.વડાપ્રધાને કહ્યું કે કેનેડાà
કેનેડામાં સરદાર પટેલની પ્રતિમાનું નરેન્દ્ર મોદી દ્વારા અનાવરણ  કહ્યું   ભારતીય ગમે ત્યાં રહે  દેશ માટેની નિષ્ઠા ઓછી નથી થતી
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કેનેડાના મરખનમાં સનાતન મંદિર કલ્ચરલ સેન્ટર (SMCC) ખાતે સરદાર પટેલની પ્રતિમાનું વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા અનાવરણ કર્યું હતું. આ અવસર પર નરેન્દ્ર મોદીએ કહ્યું કે સનાતન મંદિરમાં સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા માત્ર આપણા સાંસ્કૃતિક મૂલ્યોને મજબૂત બનાવશે એટલું જ નહીં, પરંતુ બંને દેશો વચ્ચેના સંબંધોનું પ્રતીક પણ બનશે.
વડાપ્રધાને કહ્યું કે કેનેડામાં ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોને જીવંત રાખવામાં એક સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે ઓન્ટારિયોમાં સનાતન મંદિરની ભૂમિકાથી આપણે બધા વાકેફ છીએ. વિશ્વમાં જ્યાં પણ કોઈ ભારતીય રહેતો હોય, પછી તે ભલે ગમે તેટલી પેઢીથી ત્યા રહેતો હોય પરતું તેની ભારતીયતા ઓછી નથી થતી. એટલું જ નહીં ભારત પ્રત્યેની તેમની વફાદારીમાં માત્ર જરાક પણ ઉણપ નથી આવતી. ભારતીય જે દેશમાં રહે છે, તે દેશની સેવા પૂરી મહેનત, સમર્પણ અને ઈમાનદારીથી કરે છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત 'વસુધૈવ કુટુંબકમ'ની વાત કરનારો દેશ છે. ભારત બીજાને નુકસાન કરાવી પોતાના વિકાસનું સ્વપ્ન નથી જોતો. ભારત પોતાની સાથે સમગ્ર માનવતા અને સમગ્ર વિશ્વના કલ્યાણની કામના કરે છે. આઝાદી પછી નવી ઊંચાઈએ ઉભેલા ભારતને તેના હજારો વર્ષના વારસાની યાદ અપાવવા માટે સરદાર સાહેબે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તે સાંસ્કૃતિ મહાયજ્ઞનું ગુજરાત સાક્ષી બન્યું હતું.
વડાપ્રધાને આગળ કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ તરીકે કેનેડાના સનાતન મંદિર કલ્ચરલ સેન્ટરમાં સરદાર સાહેબની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. આજે જ્યારે આપણે 'આત્મનિર્ભર ભારત' અભિયાનને આગળ ધપાવીએ છીએ, ત્યારે આપણે વિશ્વ માટે પ્રગતિ અને સમૃદ્ધિની નવી સંભાવનાઓની વાત કરીએ છીએ. આજે જ્યારે આપણે યોગના પ્રસાર માટે પ્રયત્નો કરીએ છીએ, ત્યારે આપણે વિશ્વના દરેક વ્યક્તિને 'સર્વે સંતુ નિરામય'ની શુભેચ્છા પાઠવીએ છીએ.
Advertisement
Tags :
Advertisement

.

×