સરદાર પટેલ યુનિ. ખાતે રાજ્યપાલની ઉપસ્થિતિમાં 18 હજારથી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઇ
ગુજરાતના (Gujarat)રાજયપાલ અને સરદાર પટેલ યુનિવર્સિટીના (Sardar Patel University)કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજી (Acharya Devvratji)અને ઈન્ટરનેશનલ લૉ કમિશન - યુ.એન. તથા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કુલપતિ ડૉ. બિમલ પટેલના મુખ્ય મહેમાનપદે સરદાર પટેલ યુનિવર્સિટીનો ૬૫મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં રાજયપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના હસ્તે યુનિવર્સિટીના વિવિધ વિદ્યાશાખાઓàª
Advertisement
ગુજરાતના (Gujarat)રાજયપાલ અને સરદાર પટેલ યુનિવર્સિટીના (Sardar Patel University)કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજી (Acharya Devvratji)અને ઈન્ટરનેશનલ લૉ કમિશન - યુ.એન. તથા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કુલપતિ ડૉ. બિમલ પટેલના મુખ્ય મહેમાનપદે સરદાર પટેલ યુનિવર્સિટીનો ૬૫મો પદવીદાન સમારોહ યોજાયો હતો.
આ પદવીદાન સમારોહમાં રાજયપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના હસ્તે યુનિવર્સિટીના વિવિધ વિદ્યાશાખાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર 108 તેજસ્વી તારલાઓને સુવર્ણચંદ્રકો/ગોલ્ડ પ્લેટેડ મેડેલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં એમસીએમાં ચાવલા સુમિત ભૂપેન્દ્રભાઇએ પાંચ ચંદ્રકો, બી.કોમ.માં કેલવાણી તન્વી પરમાનંદભાઇએ અને એમ.બી.બી.એસ.માં ઠકકર ઝીલ ભરતભાઇએ ચાર-ચાર ચંદ્રકો, જયારે એમ.એસ.સી.માં છેડા ઉર્મિલ રાજેશભાઇ અને ભૂડિયા દિપીકા કિરણભાઇએ તથા બી.એસ.સી.માં પટેલ વૃતાંશી મુકેશભાઇએ ત્રણ-ત્રણ ચંદ્રકો પ્રાપ્ત કર્યા હતા.
જયારે વિવિધ વિદ્યાશાખાઓના 18,173 વિદ્યાર્થીઓને સ્નાતક,અનુસ્નાતક અને પી.એચડી.ની પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે સંશોધન ક્ષેત્રે વિવિધ સંશોધન પેપરો રજૂ કરનાર વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોને દાદાભાઇ નવરોજી અને સરદાર પટેલ રીસર્ચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જેમાં હેમંત શર્મા, ડૉ. શ્રીકાંત શાલિગ્રામ કલમકર, કુ.નિલમબેન જે. પરમાર, ડૉ. સુરેશભાઇ પી. મછાર, કુ. યમુના પરીખ, કુ. ધરતીબેન પી. રામી, ડૉ. કામીની કિરણ શાહ, હિમાંશુ એમ. માલી, કુ. ચાંદની શાહ, ડૉ. આર.બી. સુબ્રમણ્યમ, ડૉ. ઉજજવલ ત્રિવેદી, યાત્રિકકુમાર એસ. પટેલ, ડૉ. શાહેરા એસ. પટેલ, હર્ષ સી. પટેલ, પ્રો. સંદીપ કે. ભટ્ટ, ડૉ. મિતેષ એમ. જયસ્વાલ, ભાવિન એચ. બ્રહ્મભટ્ટ, ડૉ. બીગી થોમસ અને હેમંત શર્માનો સમાવેશ થાય છે. જયારે હોમ સાયન્સ ફેકલ્ટીના ફહીમદા ઇલ્યાસ શેખને ડૉ. પ્રો. સુરેશ શૈલ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, સરદાર પટેલ યુનિવર્સિટીના ૬૫મા પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીના ફીઝીકસ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ ઇકો ફ્રેન્ડલી હવનકુંડ રાજયપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના હસ્તે પ્રગટાવીને અને ઉપનિષદોના મંત્રોચ્ચાર સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ પદવીદાન સમારોહની બીજી ખાસ વિશેષતા એ હતી કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારતના મંત્રને યુનિવર્સિટી સાર્થક કરતી હોય તેમ પ્રાધ્યાપકો સહિત વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ ખાદીનો પહેરવેશ ધારણ કર્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


