Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લો બોલો, લવ સ્ટોરી ધી એન્ડ? !! લલિત મોદીએ ઈન્સ્ટા બાયોમાંથી સુષ્મિતા સેનનું નામ ફોટાં હટાવ્યાં

લલિત મોદીએ સુષ્મિતા સેન સાથેના સંબંધોને આ વર્ષે જુલાઈમાં માલદીવના વેકેશનના ફોટા સોશિયલ મીડિયા પર જાહેર કર્યા હતા. ફોટાં સામે આવતા જ તેમના સંબંધ ટોક ઓફ ધ ટાઉન થઇ ગઇ હતી, એટલું જ નહીં લોકોએ સુષ્મિતાને આ સંબંધમાં ગોલ્ડ ડીગર સુધી કહી દીધી હતી. આ ફોટાંથી સોશિયલ મીડિયા પર ભારે ધૂમ મચાવી હતી. અને બંન્નેએ ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો હતો. જો કે આજે   ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના ફાઉન્ડર લલિત à
લો બોલો  લવ સ્ટોરી ધી એન્ડ     લલિત મોદીએ ઈન્સ્ટા બાયોમાંથી સુષ્મિતા સેનનું નામ ફોટાં હટાવ્યાં
Advertisement
લલિત મોદીએ સુષ્મિતા સેન સાથેના સંબંધોને આ વર્ષે જુલાઈમાં માલદીવના વેકેશનના ફોટા સોશિયલ મીડિયા પર જાહેર કર્યા હતા. ફોટાં સામે આવતા જ તેમના સંબંધ ટોક ઓફ ધ ટાઉન થઇ ગઇ હતી, એટલું જ નહીં લોકોએ સુષ્મિતાને આ સંબંધમાં ગોલ્ડ ડીગર સુધી કહી દીધી હતી. આ ફોટાંથી સોશિયલ મીડિયા પર ભારે ધૂમ મચાવી હતી. અને બંન્નેએ ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો હતો. જો કે આજે   ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના ફાઉન્ડર લલિત મોદીએ અભિનેત્રી સુષ્મિતા સેન સાથેનું પોતાનું ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પિક્ચર ડિલીટ કરી દીધું છે. તેણે સુષ્મિતાનું નામ હટાવવા માટે તેનો બાયો પણ બદલી નાખ્યો છે.
બે મહિના પહેલા, તેમના સંબંધો વિશે જાહેર કરવામાં આવેલી અફવાઓનો અંત આવ્યો હતો. IPLના પ્રથમ અધ્યક્ષ લલિત મોદીએ જુલાઈમાં પ્રથમ વખત ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન સાથેના તેમના સંબંધો વિશે વાત કરી હતી અને માલદીવમાં તેમની સાથેના વેકેશનની પર્સનલ તસવીરો શેર કરી હતી. થોડા જ સમયમાં લલિત મોદીએ ફોટો-શેરિંગ એપ ઇન્સ્ટા પર સુષ્મિતા સેન સાથેની પોતાની તસવીર પોતાની પ્રોફાઇલ પિક્ચર તરીકે બનાવી. તેણે તેની પ્રોફાઇલ અને તેનો બાયો અપડેટ કર્યો. તેણે લખ્યું: "ફાઉન્ડર @iplt20 ઈન્ડિયન પ્રીમિયર લીગ - આખરે  મારી ક્રાઇમ પાર્ટનર સાથે નવું જીવન શરૂ કરી રહ્યો છું. માય લવ સુષ્મિતા સેન (sic)."
જો કે, મંગળવારે સવારે લલિત મોદીના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં એક અલગ પ્રોફાઇલ પિક્ચર હતું,તેમજ સુષ્મિતા સેનનું નામ હવે બાયોમાં નથી. હવે લખેલું છે - "Founder @iplt20 Indian Premier League - Moon (sic)."
દરમિયાન, ઘણા અહેવાલોમાં, તેમના સંબંધોના અંતની વાત કરવામાં આવી હતી. અત્યાર સુધી લલિત મોદી કે સુષ્મિતા સેને આ અફવાઓ પર ધ્યાન આપ્યું ન હતું. સુષ્મિતા સેને લલિત મોદીના 'બેટર હાફ' કહેવા પર જબાબ આપ્યો હતો  એટલું જ નહીં આ સંબંધો પર નેટિજન્સે ખૂબ મજા લીધી હતી, એટલું જ નહીં લોકોએ સુષ્મિતાને ગોલ્ડ ડીગર કહી હતી. આ બાબતે પણ સુષ્મિતાએ જવાબ આપ્યો હતો. 
Tags :
Advertisement

.

×