જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંકમાં કરોડોનું કૌભાંડ, આઠ કર્મચારીની સંડોવણી ખુલી
જામનગરમાં જિલ્લા સહકારી બેંકમાં કર્મચારીઓ દ્વારા આર્થિક કૌભાંડની ઘટના સામે આવી છે. તાજેતરમાં નવી બોડીએ સત્તા સંભાળ્યા બાદ જીલ્લાની તમામ શાખાઓમાં ઓડીટ કરવામાં આવી હતું. જેમાં જામનગર અને જામજોધપુરની બ્રાંચમાં આર્થિક વિસંગતતાઓ સામે આવી હતી. બંને બ્રાંચમાં કરોડો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાનું ઉજાગર થયું છે. આ કૌભાંડ સામે આવતા જ છ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
Advertisement
જામનગરમાં જિલ્લા સહકારી બેંકમાં કર્મચારીઓ દ્વારા આર્થિક કૌભાંડની ઘટના સામે આવી છે. તાજેતરમાં નવી બોડીએ સત્તા સંભાળ્યા બાદ જીલ્લાની તમામ શાખાઓમાં ઓડીટ કરવામાં આવી હતું. જેમાં જામનગર અને જામજોધપુરની બ્રાંચમાં આર્થિક વિસંગતતાઓ સામે આવી હતી. બંને બ્રાંચમાં કરોડો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાનું ઉજાગર થયું છે. આ કૌભાંડ સામે આવતા જ છ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જયારે જામજોધપુર બ્રાંચના પાંચ કર્મચારીઓ સામે હાલ તપાસ ચાલી રહી છે.
જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 40 જેટલી બ્રાન્ચ અને 310 જેટલા અઘિકારીઓ- કર્મચારીઓનો સ્ટાફ ધરાવતી જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક લી.માં થોડા સમય પૂર્વે નવા ડાયરેક્ટરોની વરણી કરવામાં આવી હતી. જેમાં સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા પીઢ અને અનુભવી આગેવાન પી.એસ. જાડેજાને ચેરમેન તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. ચેરમેન તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે પી.એસ. જાડેજાએ બેદરકાર અને ફરજ પ્રત્યે અનિયમિત રહેલા કર્મચારીઓ સામે કડક હાથે કાર્યવાહી કરી હતી. ત્યારબાદ જામનગર ડિસ્ટ્રીક્ટ બેંકની જામજોધપુર તથા જામનગર તાલુકાની બે શાખાઓમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું. આ અંગેની તપાસમાં બંને બ્રાંચોમાંથી કરોડો રૂપિયાનો ગોટાળો કરવામાં આવ્યો હોવાનું ખુલવા પામ્યું છે.
આ કૌભાંડમાં બેન્કના એક સિનિયર ઓફિસર, ચાર બ્રાન્ચ મેનેજર, બે ક્લાર્ક તથા એક પટાવાળા મળીને કુલ આઠ કર્મચારીઓ સંડોવાયેલા હોવાનું ખુલ્યું છે. આ તમામને તાત્કાલિક ધોરણે જ સસ્પેન્ડ કરવા તથા ખાતાકીય તપાસ શરૂ કરવાની તજવીજ શરું કરવામાં આવી છે. આ સિવાય એવું પણ જાણવા મળ્યું છે કે ટૂંટ સમયમાં જ આ તમામ કર્મચરીઓ સામે સી.આઇ.ડી. ક્રાઇમમાં ફરિયાદ કરવાામાં આવશે.
હાલ કેન્દ્ર અને રાજ્ય સરકારના પરિપત્ર તથા રિઝર્વ બેંક અને નાબાર્ડની ગાઈડલાઈન મુજબ કે.સી.સી. સિવાયના ધિરાણો જે મુદત વિત્યા પછી પણ બાકી છે, તે તમામ ધિરાણની વસુલાત કરવા માટે સહકારી બેંકોને વધારાની સત્તા આપવામાં આવી છે. જેના અનુસંધાને આગામી દિવસોમાં બેંકના મોટા બાકીદારોની મિલકત જપ્તી કરવા અંગેની કાર્યવાહી પણ અંતિમ ચરણમાં છે. આગામી સમયમાં બેંકના પડતર કામો તાત્કાલિક ધોરણે સંપન્ન કરાવી અને ખેડૂતોને નિયમ અનુસાર સમયસર ધિરાણ મળી રહે તથા કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ મળી રહે તે માટે કાર્યવાહી કરવામાં આવશે.


