Banaskantha ના કલેક્ટર અને SPને કેમ અનુસૂચિત જાતિ આયોગે ફટકારી નોટિસ?
બનાસકાંઠાના કલ્યાણપુરામાં દલિત સમાજના આગેવાન દ્વારા મંદિરમાં આપેલ ફાળો ન સ્વીકારવાના મામલે અનુસૂચિત જાતિ આયોગે સખત વલણ અપનાવ્યું છે.
Advertisement
- બનાસકાંઠાના કલેક્ટર અને SPને અનુસૂચિત જાતિ આયોગની નોટિસ
- કલ્યાણપુરામાં દલિત સમાજનો ફાળો ન લેવાને લઈને ફટકારી નોટિસ
- મંદિર માટે દલિત સમાજના આગેવાને આપેલો ફાળો નહોતો સ્વીકારાયો
- અનુસૂચિત જાતિ આયોગે કલેક્ટર અને SP પાસે માગ્યો જવાબ
- કલેક્ટર અને SPએ શું કાર્યવાહી કરી તેનો આયોગે માગ્યો જવાબ
Banaskantha : બનાસકાંઠાના કલ્યાણપુરામાં દલિત સમાજના આગેવાન દ્વારા મંદિરમાં આપેલ ફાળો ન સ્વીકારવાના મામલે અનુસૂચિત જાતિ આયોગે સખત વલણ અપનાવ્યું છે. આયોગે જિલ્લા કલેક્ટર અને પોલીસ સુપરિન્ટેન્ડન્ટને નોટિસ ફટકારી અને સમગ્ર મામલે જવાબ માંગ્યો છે. દલિત સમાજની તરફેણમાં આયોગે સ્પષ્ટતા કરી છે કે આવા ભેદભાવને ધ્યાને લઈ તાત્કાલિક કાર્યવાહી કરવી જરૂરી છે. કલેક્ટર અને SPએ આ મુદ્દે શું પગલાં લીધા તેની વિગતવાર માહિતી આપવા આયોગે આદેશ આપ્યો છે, જેથી સમાજમાં સમાન હક અને ન્યાય સુનિશ્ચિત કરી શકાય.
Advertisement
Advertisement


