ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના જન્મદિને વિદ્યાર્થીઓને સ્કોલરશીપ
બુધવારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના જન્મ દિવસની ઉજવણીના ભાગ રુપે જ્ઞાનોત્સવ અંતર્ગત સી.આર. પાટીલ સ્કોલરશીપ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેક કાપવાની સાથે સી.આર.પાટીલ સ્કોલરશીપ અંતર્ગત 108 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી હતી. ત્યારબાદ સી.આર.પાટીલ સુરત ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. આયુષ્યમાન કાર્ડથી તેમની તુલા કરવામાં આવી હતી અને ત્યારબાદ ડ્રાયફ્રુટથી પણ સી
Advertisement
બુધવારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના જન્મ દિવસની ઉજવણીના ભાગ રુપે જ્ઞાનોત્સવ અંતર્ગત સી.આર. પાટીલ સ્કોલરશીપ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેક કાપવાની સાથે સી.આર.પાટીલ સ્કોલરશીપ અંતર્ગત 108 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી હતી. ત્યારબાદ સી.આર.પાટીલ સુરત ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. આયુષ્યમાન કાર્ડથી તેમની તુલા કરવામાં આવી હતી અને ત્યારબાદ ડ્રાયફ્રુટથી પણ સી.આર.પાટીલ ની તુલા કરાઈ હતી
વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાઇ
સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સી.આર. પાટીલ સ્કોલરશીપમાં 108 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સી. આર .પાટીલના હસ્તે ઉચ્ચ અભ્યાસ માટે સ્કોલરશીપ આપવામાં આવી હતી. સુરત મનપાના સુમન શાળાના 108 બાળકોને સ્કોલરશીપ આપવામાં આવી હતી. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ પાટીલે કહ્યું હતું કે જ્ઞાનોત્સવ અંતર્ગત માત્ર નામ મારુ છે પણ કામ બીજાનું છે, જે ખૂબ આવકારદાયક છે. બાળકો ઉચ્ચ અભ્યાસ માટે મહેનત કરે અને બાળકો માટે તમામ વ્યવસ્થા કરાઇ છે. તેમણે ભાજપના કાર્યકર્તાઓ સાથે મળીને ગુજરાતના ઇલેક્શનમાં બહુમત મેળવવાનો સંકલ્પ વ્યકત કર્યો હતો. સ્ટેજ પર સી આર પાટીલ માટે ખાસ મોટી કેક પણ મંગાવાઇ હતી અને શહેરના ભાજપના નેતાઓ , કાર્યકરો , વિદ્યાર્થીઓ અને વાલીઓની વચ્ચે સ્ટેજ પરથી કેક કટિંગ કરવામાં આવ્યુ હતું. જ્ઞાનોત્સવ હેઠળ સ્કોલરશીપ આપવા માટે સુરતની સરકારી શાળાઓમાં 108 વિદ્યાર્થીઓને પસંદ કરી આયોજન કરાયું હતું.જેમની આર્થિક સ્થિતિ નબળી છે, તેવા વિદ્યાર્થીઓ પસન્દ કરાયા હતા. અને તમામ પ્રકારની ફી આ સંસ્થા દ્વારા ચુકવાશે. બાળકોના નાનામોટા ખર્ચ માટે 1000 રૂપિયા દર મહિને સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.
ડ્રાયફુટ અને આયુષ્યમાન કાર્ડથી તુલા કરાઇ
ત્યારબાદ સી.આર.પાટીલ સુરત ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. આયુષ્યમાન કાર્ડથી તેમની તુલા કરવામાં આવી હતી અને ત્યારબાદ ડ્રાયફ્રુટથી પણ સી.આર.પાટીલ ની તુલા કરાઈ હતી. આ ડ્રાયફ્રુટ કુપોષિત બાળકોમાં વહેંચવામાં આવશે, જયારે બાળકોમાં સુપોષિત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કુપોષણ નાબૂદ કરવા અંગે આહવાન કરાયું હતું. ગુજરાતના તમામ બાળકો કુપોષણ મુક્ત થાય તેવો સંકલ્પ લેવાયો હતો અને રાજ્યમાં તમામ જગ્યાએ આ સુપોષણ કીટ નું વિતરણ કરવામાં આવ્યુ હતું.


