SCO Summit: SCO સમિટમાં ચીન સામે PM Modi એ પાકિસ્તાનને ખખડાવ્યું
કેટલાક દેશો દ્વારા આતંકવાદને ખુલ્લેઆમ સમર્થન કેવી રીતે સ્વીકાર્ય છે? પીએમ મોદીએ SCO પ્લેટફોર્મ પર પહેલગામનો ઉલ્લેખ કરીને વિપક્ષને ઘેરી લીધો હું આપ સૌને ભારતની વિકાસ યાત્રામાં જોડાવા માટે આમંત્રણ આપું છું : PM Modi China SCO Summit: ચીનના...
Advertisement
- કેટલાક દેશો દ્વારા આતંકવાદને ખુલ્લેઆમ સમર્થન કેવી રીતે સ્વીકાર્ય છે?
- પીએમ મોદીએ SCO પ્લેટફોર્મ પર પહેલગામનો ઉલ્લેખ કરીને વિપક્ષને ઘેરી લીધો
- હું આપ સૌને ભારતની વિકાસ યાત્રામાં જોડાવા માટે આમંત્રણ આપું છું : PM Modi
China SCO Summit: ચીનના તિયાનજિનમાં આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) ના 25મા શિખર સંમેલનમાં, PM Modi એ આતંકવાદ સામે કડક વલણ અપનાવ્યું અને કેટલાક દેશો દ્વારા તેના ખુલ્લા સમર્થન પર સવાલ ઉઠાવ્યા. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ માત્ર ભારત માટે જ નહીં પરંતુ માનવતા માટે એક પડકાર છે. PM Modi એ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આતંકવાદ પર બેવડા ધોરણો સ્વીકાર્ય નથી અને બધા દેશોએ તેના દરેક સ્વરૂપનો વિરોધ કરવો પડશે. પોતાના સંબોધનમાં, વડાપ્રધાને ભારતની SCO નીતિને ત્રણ મુખ્ય સ્તંભો - સુરક્ષા (Security), કનેક્ટિવિટી (Connectivity) અને તક (Opportunity) પર આધારિત ગણાવી.
Advertisement


