Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મુંબઇમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ચૂક

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ( Mumbai)ની મુલાકાતે ગયેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત (Amit Shah) શાહની સુરક્ષામાં ચૂકનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મુંબઈ પ્રવાસ દરમિયાન એક વ્યક્તિ કલાકો સુધી અમિત શાહની આસપાસ ફરતો હતો. મહત્વની વાત એ છે કે આ વ્યક્તિ પોતાને આંધ્ર પ્રદેશના સાંસદનો પીએ કહેતો હતો અને લાંબા સમય સુધી અમિત શાહની આસપાસ જ ફરતો રહ્યો. અમિત શાહે મુંબઈની બે દિવસીય મુલાકાત દરમિયાન સોમવà
મુંબઇમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ચૂક
Advertisement
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ( Mumbai)ની મુલાકાતે ગયેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત (Amit Shah) શાહની સુરક્ષામાં ચૂકનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મુંબઈ પ્રવાસ દરમિયાન એક વ્યક્તિ કલાકો સુધી અમિત શાહની આસપાસ ફરતો હતો. 
મહત્વની વાત એ છે કે આ વ્યક્તિ પોતાને આંધ્ર પ્રદેશના સાંસદનો પીએ કહેતો હતો અને લાંબા સમય સુધી અમિત શાહની આસપાસ જ ફરતો રહ્યો. અમિત શાહે મુંબઈની બે દિવસીય મુલાકાત દરમિયાન સોમવારે શહેરના મુખ્ય ગણેશ પંડાલ લાલબાગચા રાજાની મુલાકાત લીધી હતી અને ત્યાં ભગવાન ગણેશની પૂજા કરી હતી.
જ્યારે વ્યક્તિ શંકાસ્પદ લાગી ત્યારે મંત્રાલયના એક અધિકારીએ મુંબઈ પોલીસને જાણ કરી હતી. પોલીસે તે વ્યક્તિની ધરપકડ કરી અને તેને ગિરગાંવ કોર્ટમાં રજૂ કર્યો હતો. 
અદાલતે તેને પાંચ દિવસની કસ્ટડી મંજૂર કરી હતી.  મુંબઈ પોલીસ આ વ્યક્તિની પૂછપરછ કરી રહી છે અને અમિત શાહની આસપાસ ફરવા પાછળનો આરોપીનો ઈરાદો શું હતો તે પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયાસ કરી રહી છે.  આરોપીનું નામ હેમંત પવાર છે અને તે ધુલેનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement

.

×