Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સપ્તાહના પહેલાં દિવસે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે કડાકો

સોમવારે બજાર ખુલતાં જ શેર બજારમાં કડાકો અનુભવાયો છે. સેન્સેક્સ અને નિફ્ટી મજબૂત ઘટાડા સાથે લાલ નિશાનમાં ખુલ્યા હતા. બીએસઇ સેન્સેકસ 700 પોઇન્ટ અને નિફ્ટી 200 પોઇન્ટનો કડાકો થયો હતો.                                                                                             સપ્તાહના પહેલાં જ દિવસે શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો અને બીએસઇ સેન્સેકસ 700 પોઇન્ટ તૂટયો હતો. સેન્સેકસ અને નિફ્ટી બંને 1.25 ટકા તૂટયા હતો. આજે પણ બજાર પàª
સપ્તાહના પહેલાં દિવસે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે કડાકો
Advertisement
સોમવારે બજાર ખુલતાં જ શેર બજારમાં કડાકો અનુભવાયો છે. સેન્સેક્સ અને નિફ્ટી મજબૂત ઘટાડા સાથે લાલ નિશાનમાં ખુલ્યા હતા. બીએસઇ સેન્સેકસ 700 પોઇન્ટ અને નિફ્ટી 200 પોઇન્ટનો કડાકો થયો હતો.                                                                                             
સપ્તાહના પહેલાં જ દિવસે શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો અને બીએસઇ સેન્સેકસ 700 પોઇન્ટ તૂટયો હતો. સેન્સેકસ અને નિફ્ટી બંને 1.25 ટકા તૂટયા હતો. આજે પણ બજાર પર ગ્લોબલ પ્રેશર જોવા મળ્યું હતું. સેન્સેક્સ 700 પોઇન્ટ તૂટીને 56500 પોઇન્ટથી નીચે આવી ગયો હતો. જયારે નિફ્ટી પણ 215 પોઇન્ટના કડાકા સાથે 17 હજાર પોઇન્ટથી પણ નીચે ઉતર્યો હતો. સવારે બજાર ખુલ્યું ત્યારે નિફ્ટી એક ટકાના નુકશાન સાથે 17 હજારથી નીચે જતો રહ્યો હતો. આજે સમગ્ર દિવસ કારોબારમાં નુકશાન રહે તેવી સંભાવના જોવા મળી રહી છે. શુક્રવારે સેન્સેકસ 715 પોઇન્ટના કડાકા સાથે 57200 પોઇન્ટ પર બંધ થયો હતો અને નિફ્ટીમાં 220 પોઇન્ટ તતૂટીને 17112 પોઇન્ટ પર બંધ થયો હતો.
શુક્રવારે અમેરિકન બજારમાં પણ કડાકો જોવા મળ્યો  હતો જેથી વોલ સ્ટ્રીટના ત્રણ ઇન્ડેક્સમાં અંદાજે 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.  સોમવારે પ્રી ઓપન સેશનથી જ બજાર પર ભારે દબાણ જોવા મળ્યું હતું અને સેન્સેક્સ પ્રી ઓપન સેશનમાં જ 500 પોઇન્ટ તૂટી ગયો હતો                                                                                                                                                                                 
Tags :
Advertisement

.

×