Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શાહરૂખ ખાન અમેરિકામાં ક્રિકેટ સ્ટેડિયમ બનાવશે, જાણો કેવું હશે આ સ્ટેડિયમ

કિંગ ખાન શાહરૂખ ખાને જાહેરાત કરી કે તે અમેરિકાના લોસ એન્જલસમાં ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની તૈયારી કરી રહ્યો છે. તેમની ક્રિકેટ ટીમ અને યુએસએ એમએલસી 20ના સહયોગથી વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ બનાવવામાં આવશે.શાહરૂખ ખાનને ક્રિકેટ પ્રત્યે કેટલી દીવાનગી છે તે બધા જાણે છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ટીમ KKRનો માલિક છે અને ઘણી વખત મેચ જોવા માટે પોતે સ્ટેડિયમમાં પણ હાજર હોય છે. આ વર્ષે આઇ.પી.એલ à
શાહરૂખ ખાન અમેરિકામાં ક્રિકેટ સ્ટેડિયમ બનાવશે  જાણો કેવું હશે આ સ્ટેડિયમ
Advertisement
કિંગ ખાન શાહરૂખ ખાને જાહેરાત કરી કે તે અમેરિકાના લોસ એન્જલસમાં ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની તૈયારી કરી રહ્યો છે. તેમની ક્રિકેટ ટીમ અને યુએસએ એમએલસી 20ના સહયોગથી વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ બનાવવામાં આવશે.
શાહરૂખ ખાનને ક્રિકેટ પ્રત્યે કેટલી દીવાનગી છે તે બધા જાણે છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ટીમ KKRનો માલિક છે અને ઘણી વખત મેચ જોવા માટે પોતે સ્ટેડિયમમાં પણ હાજર હોય છે. આ વર્ષે આઇ.પી.એલ ઓક્સનમાં તેનો દીકરો આર્યન ખાન અને દીકરી સુહાના ખાન પણ હાજર હતાં. હવે શાહરૂખ ખાને જાહેરાત કરી છે કે તે અમેરિકાના લોસ એન્જલસમાં ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની તૈયારી કરી રહ્યો છે. તેમની ક્રિકેટ ટીમ અને યુએસએ એમએલસી 20ના સહયોગથી વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ બનાવવામાં આવશે. આ સ્ટેડિયમ 15 એકર જમીનમાં બનાવવામાં આવશે. શાહરૂખ ખાન તરફથી એક નિવેદન આપીને આ વાતની જાણકારી આપવામાં આવી છે.

10 હજાર લોકો માટે બેઠક વ્યવસ્થા
શાહરૂખ ખાને કહ્યું, “લોસ એન્જલસમાં વર્લ્ડ ક્લાસ ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની યોજના અમારા તેમજ MLC માટે ખૂબ જ રોમાંચક બાબત છે. એમાં કોઈ શંકા નથી કે વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત લેન્ડમાર્ક્સમાંની એક આ સાઈટ પર બિલ્ડીંગ બનવાથી ક્રિકેટની રમત પર ઊંડી અસર પડશે. રિપોર્ટ અનુસાર સ્ટેડિયમમાં 10 હજાર લોકો માટે બેઠક વ્યવસ્થા હશે.
આગામી 3 ફિલ્મો
રમતગમત સિવાય જો શાહરૂખ ખાનની આગામી ફિલ્મોની વાત કરવામાં આવે તો તેની પાસે અત્યારે 3 ફિલ્મો છે. તે યશરાજ બેનરની ફિલ્મ 'પઠાણ'માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ છે. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદ ડિરેક્ટ કરી રહ્યા છે. 'પઠાણ' જાન્યુઆરી 2023માં રિલીઝ થશે. આ સિવાય તે સાઉથ ડાયરેક્ટર એટલીની આગામી ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા અને નયનતારા સાથે પણ જોવા મળશે. આ ફિલ્મની સત્તાવાર જાહેરાત હજુ કરવામાં આવી નથી. શાહરૂખની ત્રીજી ફિલ્મ ડિરેક્ટર રાજકુમાર હિરાનીની 'ડંકી' છે. ફિલ્મમાં તાપસી પન્નુ  પણ જોવાં મળશે.
Advertisement
Tags :
Advertisement

.

×