Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સલમાન ખાન સાથે કામ કરવાના નિર્ણય પર ફેર વિચાર કરી રહી છે શહનાઝ ગિલ

શહનાઝ ગિલ સલમાન ખાનની ફિલ્મ કભી ઈદ કભી દિવાલી દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. થોડા દિવસો પહેલા શહનાઝે આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કર્યું હતું, જેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. આ પહેલાં સમાચાર આવ્યાં હતાં કે આયુષ શર્માએ આ ફિલ્મ છોડી દીધી છે.આયુષ શર્માએ ફિલ્મ છોડીસલમાન ખાનની ફિલ્મ કભી ઈદ કભી દિવાળી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ક્યારેક ફિલ્મની સ્ટાર કાસ્ટ
સલમાન ખાન સાથે કામ કરવાના નિર્ણય પર ફેર વિચાર કરી રહી છે શહનાઝ ગિલ
Advertisement
શહનાઝ ગિલ સલમાન ખાનની ફિલ્મ કભી ઈદ કભી દિવાલી દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. થોડા દિવસો પહેલા શહનાઝે આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કર્યું હતું, જેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. આ પહેલાં સમાચાર આવ્યાં હતાં કે આયુષ શર્માએ આ ફિલ્મ છોડી દીધી છે.

આયુષ શર્માએ ફિલ્મ છોડી
સલમાન ખાનની ફિલ્મ કભી ઈદ કભી દિવાળી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ક્યારેક ફિલ્મની સ્ટાર કાસ્ટ તો ક્યારેક આયુષ શર્માએ ફિલ્મ છોડી દીધી તેને લઇને ચર્ચામાં છે. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે આયુષ શર્માએ ડિરેક્ટર સાથેની કેટલીક સમસ્યાઓના કારણે ફિલ્મ છોડી દીધી છે અને સલમાન ખાને જ તેને આવું કરવાની સલાહ આપી હતી. દરમિયાન હવે જે નવા સમાચાર આવ્યા છે તે એ છે કે શહનાઝ ગિલ પણ આ ફિલ્મને લઈને અસંમજસમાં છે. શહેનાઝે થોડા દિવસો પહેલા જ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું અને સેટ પરથી તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

શહેનાઝ શેનાથી ડરે છે
તમને જણાવી દઈએ કે શહનાઝ આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. જો કે આ ફિલ્મ વિશે આવી રહેલા સમાચારોને કારણે, તેને લાગે છે કે તેની ફિલ્મ પર નકારાત્મક અસર પડી શકે છે, તેથી તેણે આ ફિલ્મમાં કામ કરવાના નિર્ણય પર ફરી વિચાર કરવો પડશે. સાથે જ ફિલ્મમાં અચાનક આવેલા ચેન્જીસથી પણ શહેનાઝ અજાણ છે. 

શહનાઝને સલમાન પર વિશ્વાસ છે
જો કે બોલિવૂડ લાઈફના રિપોર્ટ અનુસાર શહનાઝ ગિલને સલમાન ખાન પર પૂરો વિશ્વાસ છે. તેણે કહ્યું કે સલમાને તેમને નેગેટિવ બાબતો પર ધ્યાન રાખવા કહ્યું હતું અને નિરાશ ન થવા માટે પણ કહ્યું છે અને સમજાવ્યું છે કે બધું સારું થઈ જશે. તેણે નેગેટિવ બાબતો પર ધ્યાન ન આપવું જોઇએ. 
તમને જણાવી દઈએ કે શહનાઝ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને તે તેના માટે ઘણી તૈયારી કરી રહી છે. શહેનાઝ જાણે છે કે ચાહકો તેને ખૂબ પ્રેમ કરે છે અને તેથી જ તે તેમના માટે ફિલ્મમાં 100 ટકા આપી રહી છે. સાથે જ તે હિન્દી ભાષા પણ શીખી રહી છે. તેથી તે તેનું બેસ્ટ આપી શકે.

સલમાને જાતે સંપર્ક કર્યો હતો
રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મ માટે સલમાને પોતે શહનાઝનો સંપર્ક કર્યો હતો. તેણે શહનાઝને ફિલ્મમાં કામ કરવાની ઓફર કરી હતી, આટલું જ નહીં, સલમાને શહનાઝને ત્યાં સુધી કહ્યું છે કે તે ફિલ્મ માટે તેની ફી પોતાના હિસાબે નક્કી કરી શકે છે. સામાન્ય રીતે નિર્માતા કલાકારો સાથે ફી અંગે પહેલાં ચર્ચા કરે છે, પરંતુ સલમાને શહેનાઝને કહ્યું કે તે તેને પોતાની રીતે ફી જાતે નક્કી કરી શકે છે.
 
Tags :
Advertisement

.

×