Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શશી થરૂર લંડનમાં, મહિલા સાહિત્યકાર સાથે 'સ્ટ્રોબેરી' સાથે પોઝ આપ્યો

દેશભરમાં કોંગ્રેસના નેતાઓ વિરોધ કરી રહ્યાં છે.આજે ઇડીના સમન્સ મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઇડીની પૂછતાછ કરી રહ્યાં છે. વચ્ચે શશી થરૂરે મહિલા સાહિત્યકાર ગીતાંજલિ શ્રી સાથેનો ફોટો પોસ્ટ કર્યો છે. થરૂરે લગભગ એક કલાક પહેલા ટ્વિટર પર આ ફોટો પોસ્ટ કર્યો હતો. આ પછી યુઝર્સે તેને જોરદાર ટ્રોલ કર્યો છે. એક તરફ નેશનલ હેરાલ્ડ કેસમાં ED રાહુલ ગાંધીની પૂછપરછ કરી રહી છે. કોંગ્રેસ કાર્યકર્તà
શશી થરૂર લંડનમાં  મહિલા સાહિત્યકાર સાથે  સ્ટ્રોબેરી  સાથે પોઝ આપ્યો
Advertisement
દેશભરમાં કોંગ્રેસના નેતાઓ વિરોધ કરી રહ્યાં છે.આજે ઇડીના સમન્સ મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઇડીની પૂછતાછ કરી રહ્યાં છે. વચ્ચે શશી થરૂરે મહિલા સાહિત્યકાર ગીતાંજલિ શ્રી સાથેનો ફોટો પોસ્ટ કર્યો છે. થરૂરે લગભગ એક કલાક પહેલા ટ્વિટર પર આ ફોટો પોસ્ટ કર્યો હતો. આ પછી યુઝર્સે તેને જોરદાર ટ્રોલ કર્યો છે. એક તરફ નેશનલ હેરાલ્ડ કેસમાં ED રાહુલ ગાંધીની પૂછપરછ કરી રહી છે. કોંગ્રેસ કાર્યકર્તાઓ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કોંગ્રેસના દિગ્જનેતાઓમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, રણદીપ સિંહ સુરજેવાલા, કેસી વેણુગોપાલ સહિત કોંગ્રેસના ઘણા નેતાઓ પોલીસ કસ્ટડીમાં છે. ત્યારે હાલમાં કોંગ્રેસના નેતા શશી થરૂર લંડનમાં છે.

જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે લંડનમાં 
તાજેતરમાં તેમણે ટ્વિટર પર એક મહિલા સાહિત્યકાર સાથેનો ફોટો પોસ્ટ કર્યો છે. તસવીરમાં તે મહિલા સાહિત્યકાર ગીતાંજલિ શ્રી સાથે 'સ્ટ્રોબેરી' પોઝ આપી રહ્યાં છે. થરૂરે તાજેતરમાં આ ફોટો પોસ્ટ કર્યો હતો. વાસ્તવમાં,તે જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે લંડન પહોંચ્યા છે. ફોટો તેમણે ત્યાંથી શેર કર્યો છે. 
નેટિજન્સે ખૂબ મજા લીધી 
ફોટો પોસ્ટ કર્યા બાદ યુઝર્સે શશી થરૂરને જોરદાર ટ્રોલ કર્યા હતા. એક યુઝરે લખ્યું, 'ત્યાં કોંગ્રેસ લાત મારી રહી છે અને મુક્કા મારી રહી છે, અહીં અમારો ભાઈ એક અલગ જ મજામાં છે'. બીજી તરફ અન્ય એક યુઝરે શશી થરૂરને પૂછ્યું છે કે, શું તમે દિલ્હી નથી ગયા? તો આદિત્ય ઓઝાએ લખ્યું, ' આગ લગેં બસ્તીમે, શશી થરૂર અપની મસ્તીમેં !'
Tags :
Advertisement

.

×