Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લો બોલો! ભેજાબાજે ઉંચુ ભાડું આપી કારને બારોબાર વેચી દીધી, પોલીસે કરી ધરપકડ

રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં ઊંચું ભાડું આપી અને લાંબા સમય સુધી ભાડે રાખેલી કારને બારોબાર વેચી મારવાની એક અજીબ છેતરપિંડી વલસાડ સિટી પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે. પોલીસે આ મામલે અત્યારે એક આરોપીની ધરપકડ કરી છે. જોકે, પોલીસ તપાસમાં ઊંચું ભાડું આપી અને લાંબા સમય સુધી કાર ભાડે રાખવાની લાલચ આપી અને ભાડે રાખેલી કારોને બારોબાર વેચી મારવાનું એક મસ મોટું કૌભાંડ આગામી સમયમાં બહાàª
લો બોલો  ભેજાબાજે ઉંચુ ભાડું આપી કારને બારોબાર વેચી દીધી  પોલીસે કરી ધરપકડ
Advertisement
રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં ઊંચું ભાડું આપી અને લાંબા સમય સુધી ભાડે રાખેલી કારને બારોબાર વેચી મારવાની એક અજીબ છેતરપિંડી વલસાડ સિટી પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે. પોલીસે આ મામલે અત્યારે એક આરોપીની ધરપકડ કરી છે. જોકે, પોલીસ તપાસમાં ઊંચું ભાડું આપી અને લાંબા સમય સુધી કાર ભાડે રાખવાની લાલચ આપી અને ભાડે રાખેલી કારોને બારોબાર વેચી મારવાનું એક મસ મોટું કૌભાંડ આગામી સમયમાં બહાર આવવાની શક્યતાઓ જોવાઈ રહી છે. 
વલસાડ સિટી પોલીસ મથકમાં એક અજીબ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. વલસાડના ખડુંજી ટેકરા વિસ્તારમાં ગેરેજ ચલાવતા એક મિકેનિકે વલસાડ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, પરવેઝ ખોલીવાલા નામનો એક ઇસમ તેમની પાસેથી કાર ભાડેથી લઇ ગયો હતો અને ફરિયાદીની કાર ઉમરગામના એક ઇસમને ફરિયાદીની જાણ બહાર જ વેચી મારી છે. આ ફરિયાદના આધારે વલસાડ સિટી પોલીસે આ મામલામાં પરવેઝ ખોલીવાલા નામના આરોપીની ધરપકડ કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
વલસાડ સિટી પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે વાહન લે વેચની દલાલીનો ધંધો કરતા પરવેઝ ખોલીવાલાએ ફરિયાદીને ઊંચું ભાડું આપવાની લાલચ આપીને ફરિયાદી પાસેથી 10 દિવસ માટે કાર ભાડે કરીને લઇ ગયો હતો. આ કારમાં કારના તમામ અસલ ડોક્યુમેન્ટો હતા. જોકે 10 દિવસ બાદ પણ કાર પરત ન આવતાં ફરિયાદીએ વારંવાર પરવેઝ ખોલીવાલાને પોતાની કાર અંગે પૂછપરછ કરી હતી. પરંતુ પરવેઝ એ ખોટા વાયદા કરતા ફરિયાદીને શંકા થઈ હતી, જેથી ફરિયાદીએ પોતાની કાર બાબતે વલસાડ RTOમાં તપાસ કરતાં ફરિયાદીની કાર ઉમરગામના કોઇ સંજય અનિલકુમાર જૈન નામના વ્યક્તીના નામે થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. આથી ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતા વલસાડ સિટી પોલીસ મથકમાં આ બાબતે ફરિયાદ દાખલ કરતાં પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી.
ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદના આધારે વલસાડ સિટી પોલીસે આ મામલે પરવેઝ ખોલીવાલાને ઝડપી પાડ્યો હતો. અને પોલીસે આગવી ઢબે તેની પૂછપરછ હાથ ધરી હતી. સાથે જ પોલીસે પરવેઝ ખોલીવાલાની ઓફિસમાં તપાસ કરતાં ત્યાંથી પણ લગભગ 15 જેટલી અલગ અલગ કારના ડોક્યુમેન્ટસ મળી આવ્યા હતા. ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ સિટી પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી પહેલા કાર માલિકને ઊંચું ભાડું આપી અને લાંબા સમય સુધી કાર ભાડે રાખવાની લાલચ આપતો હતો અને ત્યારબાદ કાર માલિક પાસેથી યેન કેન પ્રકારે વિવિધ બહાના બતાવી અને કારના અસલ ડોક્યુમેન્ટ અને કાર માલિકના પણ ડોક્યુમેન્ટ મેળવી લેતો હતો અને ત્યારબાદ બોગસ ડોક્યુમેન્ટો બનાવી અને કારને બારોબાર વેચી મારતો હતો. ત્યારે ઊંચું ભાડું આપી અને લાંબા સમય સુધી કાર ભાડે રાખવાની લાલચ આપીને કાર ભાડે રાખી અને કારને વેચી મારવાના આ કેસમાં વલસાડ સિટી પોલીસે અત્યારે એક આરોપીની ધરપકડ કરી છે. પરંતુ આ મામલામાં હજુ અન્ય આરોપીઓની પણ સંડોવણી દેખાઈ રહી છે.
રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં બહાર આવેલી આ અજીબ છેતરપિંડીમાં અત્યાર સુધી પોલીસના હાથે એક આરોપી ઝડપાયો છે. પોલીસને આરોપી પાસેથી અન્ય કારોના પણ ડોક્યુમેન્ટો મળી આવ્યા છે. આથી પોલીસે આરોપીની આગવી ઢબે પૂછપરછ કરી અને કૌભાંડના મૂળ સુધી પહોંચવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. ત્યારે આ પ્રકારે કાર માલિકોને ઊંચું ભાડું અને લાંબાં સમય સુધી કાર ભાડે રાખવાની લાલચ આપીને કાર માલિકની જાણ બહાર જ કાર અન્યોને વેચી મારવાનું એક મોટું રેકેટ પોલીસ તપાસમાં બહાર આવવાની શકયતા જોવાઇ રહી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×