કસરત ખાલી પેટે કરવી જોઈએ કે ભરેલા પેટે , જાણી લો તેના ફાયદા અને ગેરફાયદા
સામાન્ય રીતે કસરત (Exercise)કરવાથી શરીર ફિટ રહે છે, પરંતુ દરેકના મનમાં એક પ્રશ્ન વારંવાર આવે છે કે શું ખાલી પેટે કસરત કરવી યોગ્ય છે ? ખાલી પેટે કસરત((Empty Stomach Exercise) કરવી ફાયદાકારક છે કે નુકસાનકારક તે તમારે વર્કઆઉટ કરતા પહેલા જાણી લેવું જોઈએ. ખાલી પેટે કસરત કરવી એ બેધારી તલવાર સમાન છે. ખાલી પેટે કસરત કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે, પરંતુ ખાલી પેટે કસરત કરવાથી ડિહાઈડ્રેશન થઈ શકે છે અને બ્લડ સુગરà
Advertisement
સામાન્ય રીતે કસરત (Exercise)કરવાથી શરીર ફિટ રહે છે, પરંતુ દરેકના મનમાં એક પ્રશ્ન વારંવાર આવે છે કે શું ખાલી પેટે કસરત કરવી યોગ્ય છે ? ખાલી પેટે કસરત((Empty Stomach Exercise) કરવી ફાયદાકારક છે કે નુકસાનકારક તે તમારે વર્કઆઉટ કરતા પહેલા જાણી લેવું જોઈએ. ખાલી પેટે કસરત કરવી એ બેધારી તલવાર સમાન છે. ખાલી પેટે કસરત કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે, પરંતુ ખાલી પેટે કસરત કરવાથી ડિહાઈડ્રેશન થઈ શકે છે અને બ્લડ સુગરનું સ્તર ઘટી શકે છે. તો ચાલો વિગતવાર જાણીએ કે ખાલી પેટે કસરત કરવી કેટલી યોગ્ય છે.
ખાલી પેટે કસરત કરવાના ફાયદા
વજન ઘટાડવામાં ઉપયોગી
જો તમે ખાલી પેટે કસરત કરો છો, તો તે તમને વજન ઘટાડવામાં મદદ કરશે. ખાલી પેટે કસરત કરવાથી ઉર્જાનો વ્યય થાય છે અને ફેટ બર્ન થાય છે.એવી જ રીતે ખાલી પેટે કસરત કરવી માંસપેશીઓ માટે પણ ફાયદાકારક છે. ખાલી પેટે વર્કઆઉટ કરવાથી સ્નાયુઓ મજબૂત બને છે અને તમને શક્તિ મળે છે.
રોગપ્રતિકારક શક્તિ મજબૂત છે
તમને જણાવી દઈએ કે ખાલી પેટે કસરત કરવાથી શરીર ફિટ રહે છે. ખાલી પેટે જે લોકો વ્યાયામ કરે છે તે અન્ય લોકો કરતા ઓછા બીમાર હોય છે. આ સિવાય ખાલી પેટે કસરત કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.અને શરીરના તમામ અંગો યોગ્ય રીતે કામ કરે છે.
ખાલી પેટે કસરત કરવાના ગેરફાયદા
ખાલી પેટે કસરત કરવાથી ક્યારેક એવું બને કે શરીર ડીહાઇડ્રેટ થાય. કસરત કરતા પહેલા હૂંફાળા પાણીમાં લીંબુનો રસ નાંખીને તે પીવું જોઇએ. આ સિવાય તમે મિલ્ક શેક અથવા બદામ શેક પણ પી શકો છો. વર્કઆઉટ પહેલા ડિટોક્સ ડ્રિંક પીવું પણ સારું રહેશે.


