Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શુભમને ફરી બેટિંગમાં કર્યો કમાલ, સતત બીજી વનડેમાં સદી ફટકારી

ભારતીય ટીમના સ્ટાર યુવા ઓપનર શુભમન ગિલનું શાનદાર બેટિંગ ફોર્મ જારી છે. શુભમને ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં શાનદાર સદી ફટકારી છે. વનડેમાં આ તેની સતત બીજી સદી છે. રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી પ્રથમ ODIમાં શુભમને 87 બોલમાં 14 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી સદી પૂરી કરી હતી.સાથે જ 1000 ODI રન પણ પૂરા કર્યાશુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વà
શુભમને ફરી બેટિંગમાં કર્યો કમાલ  સતત બીજી વનડેમાં સદી ફટકારી
Advertisement

ભારતીય ટીમના સ્ટાર યુવા ઓપનર શુભમન ગિલનું શાનદાર બેટિંગ ફોર્મ જારી છે. શુભમને ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં શાનદાર સદી ફટકારી છે. વનડેમાં આ તેની સતત બીજી સદી છે. રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી પ્રથમ ODIમાં શુભમને 87 બોલમાં 14 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી સદી પૂરી કરી હતી.

સાથે જ 1000 ODI રન પણ પૂરા કર્યા
શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં પોતાની કારકિર્દીના 1000 ODI રન પણ પૂરા કર્યા હતા. તેણે પોતાની 19મી ઇનિંગ્સમાં આ ખાસ સ્થાન હાંસલ કર્યું હતું. આ સાથે જ શુભમન ઈમામુલ હકની સાથે સૌથી ઝડપી ODIમાં 1000 રન પૂરા કરનાર બીજો ખેલાડી બન્યો છે. આ સાથે જ તે આ કારનામું કરનાર ભારતનો પ્રથમ ખેલાડી બની ગયો છે. તેની પહેલા વિરાટ કોહલી અને શિખર ધવને 24 ઇનિંગ્સમાં પોતાના 1000 વનડે રન પૂરા કર્યા હતા.
સતત બીજી વનડેમાં સદી ફટકારી
શુભમને ન્યૂઝીલેન્ડ સામેની સતત બીજી વનડેમાં સદી ફટકારી હતી. આ પહેલા તેણે શ્રીલંકા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચમાં 116 રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ તેણે ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની પહેલી જ મેચમાં સદી ફટકારી છે. આવી સ્થિતિમાં શુભમનની સતત બીજી વનડેમાં આ બીજી સદી છે. ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ શુભમને તેની 19મી ઇનિંગ્સમાં ત્રીજી વનડે સદી ફટકારી છે. શિખર ધવન (17)ની ઇનિંગ્સ પછી ભારત માટે આ ત્રીજી સૌથી ઝડપી વનડે સદી છે.
ગિલે જ્વલંત અડધી સદી ફટકારી હતી
ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલી વહેલા આઉટ થઈ ગયા હતા. રોહિતે 34 રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ વિરાટ કોહલીએ 8 રન બનાવ્યા હતા. બીજી તરફ શુભમન ગિલે શાનદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી છે. તે હાલમાં 66 રન બનાવીને ક્રિઝ પર છે.

ઇશાન કિશન આઉટ
ટીમ ઈન્ડિયાને ત્રીજો ઝટકો લાગ્યો, ઈશાન કિશન (5) ટોમ લાથમના હાથે લોકી ફર્ગ્યુસનના હાથે કેચ આઉટ થયો. કિશને 14 બોલનો સામનો કર્યો અને 5 રન બનાવ્યા. ભારતની ત્રીજી વિકેટ 110ના સ્કોર પર પડી.
Advertisement

ભારતીય ટીમે ટોસ જીત્યો હતો
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. શાર્દુલ ઠાકુર, હાર્દિક પંડ્યા અને ઈશાન કિશનને ટીમમાં તક મળી છે.
પ્રથમ ODI માટે બંને ટીમો:
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.
ન્યુઝીલેન્ડની ટીમ: ફિન એલન, ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, ડેરીલ મિશેલ, ટોમ લેથમ (સી/ડબલ્યુકે), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, હેનરી શિપલી, મિશેલ સેન્ટનર, લોકી ફર્ગ્યુસન, બ્લેર ટિકનર.
ટીમ ઈન્ડિયાનો હાથ ઉપર છે
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 113 વનડે રમાઈ છે, જેમાં ભારતીય ટીમે 55 મેચ જીતી છે. આ સાથે જ કિવી ટીમે 50 મેચ જીતી છે. 7 મેચનું કોઈ પરિણામ આવ્યું નથી અને એક મેચ ટાઈ રહી છે. ODI વર્લ્ડ કપની તૈયારીઓની દૃષ્ટિએ ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.

×