Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લાઈવ પરફોર્મન્સ દરમિયાન ગાયકનું મૃત્યુ, બશીર ગાયન પછી સ્ટેજ પર ઢળી પડ્યાં

બશીરની ગણતરી કેરળના સૌથી લોકપ્રિય ગાયકોમાં થતી હતી. જ્યારે સ્ટેજ પરફોર્મન્સની વાત આવી તો બશીરનું નામ સૌથી પહેલા લેવામાં આવ્યું. તે લાઈવ પરફોર્મન્સ માટે કેરળ ગયા હતાં . મલયાલમ પ્લેબેક સિંગર એડવા બશીરનું સ્ટેજ પર પરફોર્મ કરતાં કરતાં અવસાન થયું છે. તેઓ શનિવારે કેરળમાં એક લાઈવ ઈવેન્ટમાં પરફોર્મ કરી રહ્યા હતા. લોકપ્રિય સંગીત ગ્રુપ બ્લુ ડાયમંડ ઓર્કેસ્ટ્રાની 50મી વર્ષગાંઠ પર આ વિશેષ à
લાઈવ પરફોર્મન્સ દરમિયાન ગાયકનું મૃત્યુ  બશીર ગાયન પછી સ્ટેજ પર ઢળી પડ્યાં
Advertisement
બશીરની ગણતરી કેરળના સૌથી લોકપ્રિય ગાયકોમાં થતી હતી. જ્યારે સ્ટેજ પરફોર્મન્સની વાત આવી તો બશીરનું નામ સૌથી પહેલા લેવામાં આવ્યું. તે લાઈવ પરફોર્મન્સ માટે કેરળ ગયા હતાં . મલયાલમ પ્લેબેક સિંગર એડવા બશીરનું સ્ટેજ પર પરફોર્મ કરતાં કરતાં અવસાન થયું છે. તેઓ શનિવારે કેરળમાં એક લાઈવ ઈવેન્ટમાં પરફોર્મ કરી રહ્યા હતા. લોકપ્રિય સંગીત ગ્રુપ બ્લુ ડાયમંડ ઓર્કેસ્ટ્રાની 50મી વર્ષગાંઠ પર આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બશીર તેમની કરિયરની શરૂઆતમાં આ બેન્ડનો એક ભાગ હતાં અને તેથી જ તેઓ આ ખાસ ઉજવણીમાં ગયાં હતાં.  

સ્ટેજ પરફોર્મન્સ દરમિયાન મૃત્યુ
આ કાર્યક્રમ અલપ્પુઝા ખાતે રાખવામાં આવ્યો હતો. બશીર ઈવેન્ટમાં ફિલ્મ 'તૂટે ખિલોને'નું હિન્દી ગીત 'માના હો તુમ બેહદ હસીન' ગાઈ રહ્યાં હતાં, અને જ્યારે ગીત પૂરું થયું કે પછી તેઓ સ્ટેજ પર જ ઢળી પડ્યાં હતાં. તેમને  નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. 78 વર્ષીય બશીર એક પીઢ ગાયક હતા અને તેમણે ઘણાં પ્રખ્યાત ગીતો ગાયા હતા.
1978માં સિંગિંગ ડેબ્યૂ કર્યું હતું
બશીરની ગણતરી કેરળના સૌથી લોકપ્રિય ગાયકોમાં થતી હતી. જ્યારે સ્ટેજ પરફોર્મન્સની વાત આવે તો બશીરનું નામ સૌથી પહેલા લેવામાં આવ્યું. કેટલાક મલયાલમ ગીતો માટે તેમને પ્લેબેક ગાયક તરીકેનો પણ શ્રેય જાય છે. જો તેમના સિંગિંગ ડેબ્યૂ વિશે વાત કરીએ તો, બશીરે તેમની કારકિર્દીની શરૂઆત વર્ષ 1978માં વીણા વાયક્કમ ગીતથી કરી હતી. 
કેસી ચિત્રાએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું 
પ્લેબેક સિંગર કેસી ચિત્રાએ માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર ટ્વિટ કરીને બશીરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મલયાલમ ભાષામાં ટ્વીટ કર્યું, 'સિંગર એડવા બશીરને સલામ. હું પ્રાર્થના કરીશ કે તેમના આત્માને શાંતિ મળે. ઘણા ચાહકોએ પણ સોશિયલ મીડિયા પર બશીરના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
Tags :
Advertisement

.

×