શ્રીલંકામાં સ્થિતિ વણસી, પ્રદર્શકારીઓ કંટ્રોલ બહાર, કોલંબોમાં કર્ફ્યું લાદી દેવાયો
શ્રીલંકા છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકટનો
સામનો કરી રહ્યું છે. શ્રીલંકામાં મોંઘવારીએ માજા મુકી છે. લોકો રસ્તા પર ઉતર્યા
છે. સરકાર વિરૂદ્ધ બળવો કરી દીધો છે. આજે કોલંબોના ઘણા ભાગોમાં તાત્કાલિક અસરથી પોલીસ કર્ફ્યુ લાદી દેવામાં
આવ્યો છે. પોલીસ મહાનિરીક્ષકે કહ્યું કે કોલંબો નોર્થ, કોલંબો સાઉથ, કોલંબો સેન્ટ્રલ અને નુગેગોડા પોલીસ વિભાગમાં આગામી સૂચના સુધી
કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. શ્રીલંકા ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. ત્યારે લોકો હવે સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે.
મિરિહાનામાં રાષ્ટ્રપતિના નિવાસસ્થાન તરફ જવાના માર્ગ પર
પેંગીરીવટ્ટા માવાથા નજીક એકઠા થયેલા વિરોધીઓના મોટા જૂથને વિખેરવા પોલીસે ટીયર
ગેસ અને પાણીની તોપોનો ઉપયોગ કર્યો હતો. કોલંબોમાં થોડા કલાકો બાદ જ કર્ફ્યુની
જાહેરાત કરવામાં આવી છે. અગાઉ પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસ
અને પાણીનો ઉપયોગ કર્યો હતો અને આંદોલન હિંસક બન્યું હતું અને દેખાવકારોએ સુરક્ષા
કર્મચારીઓ પર પથ્થરો અને અન્ય વસ્તુઓ ફેંકી હતી. જેના કારણે
જાહેર સંપત્તિને નોંધપાત્ર નુકસાન થયું હતું. ત્યારબાદ આસપાસના વિસ્તારમાં ઓછામાં
ઓછા બે ફાયરિંગ થયા હતા. સોશિયલ મીડિયા પરના એક ફોટામાં તંગ પરિસ્થિતિ વચ્ચે સળગી ગયેલી બસ
બતાવવામાં આવી હતી. દેખાવકારોએ હાથમાં પ્લેકાર્ડ લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા.
શ્રીલંકામાં લોકો ઇંધણની અછત, વીજળીની કટોકટી, ગેસની અછત અને ચીજવસ્તુઓની વધતી કિંમતોના તાત્કાલિક ઉકેલ માટે
સરકાર પાસે માંગ કરી રહ્યા છે.


