Smriti Mandhana બની RCBની કેપ્ટન, વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસએ કરી જાહેરાત
T20 મહિલા વર્લ્ડ કપ 2023 વચ્ચે સ્મૃતિ મંધાના માટે ફરી એક વાર મોટા ખુશીના સમાચાર સામે આવ્યા છે. પ્રથમ મહિલા પ્રીમિયર લીગમાં સૌથી મોંઘી ખેલાડી બન્યા બાદ સ્મૃતિ મંધાના રોયલ ચેલેન્જર બેંગ્લોરની કેપ્ટન બની ગઈ છે. આઈપીએલમાં બેંગ્લોરની ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને હાલના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસએ આ જાહેરાત કરી છે અને શુભેચ્છા પાઠવી છે. જણાવી દઈએ કે સ્મૃતિ મંધાના પર હરાજી દરમિયાન પ્રથમ બ
Advertisement
T20 મહિલા વર્લ્ડ કપ 2023 વચ્ચે સ્મૃતિ મંધાના માટે ફરી એક વાર મોટા ખુશીના સમાચાર સામે આવ્યા છે. પ્રથમ મહિલા પ્રીમિયર લીગમાં સૌથી મોંઘી ખેલાડી બન્યા બાદ સ્મૃતિ મંધાના રોયલ ચેલેન્જર બેંગ્લોરની કેપ્ટન બની ગઈ છે. આઈપીએલમાં બેંગ્લોરની ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને હાલના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસએ આ જાહેરાત કરી છે અને શુભેચ્છા પાઠવી છે. જણાવી દઈએ કે સ્મૃતિ મંધાના પર હરાજી દરમિયાન પ્રથમ બોલી લાગી હતી અને તે સૌથી મોંઘી ખેલાડીઓની લિસ્ટમાં પણ નંબર 1 પર છે. તેની સાથે મહિલા પ્રીમિયર લીગમાં કેપ્ટન તરીકેની પસંદ થનાર પણ પહેલી ખેલાડી બની છે.
જણાવી દઈએ કે 13 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી મહિલા પ્રીમિયર લીગની પ્રથમ હરાજીમાં સ્મૃતિ મંધાના સૌથી મોંઘી ખેલાડી બની હતી.બેંગ્લોરની ફ્રેન્ચાઈઝીએ તેને 3.4 કરોડમાં ખરીદી હતી. તેને ખરીદવા માટે તમામ ફ્રેન્ચાઈઝીમાં ઉત્સુકતા જોવા મળી હતી. પણ અંતે બેંગ્લોરે ઊંચી બોલી લગાવી તેને ખરીદી લીધી હતી. આઈસીસી T20 રેકિંગમાં તે ત્રીજા સ્થાને છે, જ્યારે વનડે રેકિંગમાં તે 7માં સ્થાને છે.
વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસએ કરેલી આ જાહેરાતનો વીડિયો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી શેયર કરવામાં આવ્યો છે. સ્મૃતિ મંધાના દુનિયાના સૌથી શ્રેષ્ઠ મહિલા ક્રિકેટરમાંથી એક છે, તેણે પોતાના પ્રદર્શનથી ઘણીવાર ભારતને જીત અપાવી છે. જેને કારણે બેંગ્લોરની ફેન્ચાઈધીએ તેને કેપ્ટનની જવાબદારી આપી છે.
દરેક ટીમ માટે 8-8 મેચો
Advertisement
IPLની જેમ આ ટૂર્નામેન્ટ પણ ડબલ રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં રમાશે. એટલે કે દરેક ટીમ અન્ય ચાર ટીમો સાથે બે મેચ રમશે. એટલે કે આ રીતે દરેક ટીમ ઓછામાં ઓછી 8-8 મેચ રમશે. લીગ તબક્કાની છેલ્લી મેચ યુપી અને દિલ્હી વચ્ચે 21 માર્ચે રમાશે. પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહેલી ટીમ સીધી ફાઇનલમાં જશે, જ્યારે એલિમિનેટર મેચ બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમો વચ્ચે 24 માર્ચે રમાશે.
Advertisement
મેચોના સમયની વાત કરીએ તો મોટાભાગની મેચો સાંજે જ છે, જે સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. બીજી તરફ ડબલ હેડરના દિવસે પ્રથમ મેચ બપોરે 3.30 કલાકે શરૂ થશે. ટુર્નામેન્ટમાં કુલ 4 ડબલ હેડર છે. આ તમામ મેચ મહારાષ્ટ્રના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. પ્રથમ મેચ 4 માર્ચે અને ફાઈનલ મેચ 26 માર્ચે રમાશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


