સોહેલ ખાન અને સીમા સચદેવે છૂટાછેડા માટે અરજી કરી, 24 વર્ષ પહેલા ભાગીને લગ્ન કર્યા હતા
સોહેલ ખાન અને તેની પત્ની સીમા સચદેવ આજે ફેમિલી કોર્ટમાં જોવા મળ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે બંનેએ છૂટાછેડા માટે અરજી કરી છે. બંનેના લગ્નને 24 વર્ષ થયા છે. સલમાન ખાનના ભાઈ સોહેલ ખાન અને તેની પત્ની સીમા સચદેવ વચ્ચે અણબનાવના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં હતા. સીમા અને સોહેલ શુક્રવારે ફેમિલી કોર્ટમાં જોવા મળ્યાંઅહેવાલો અનુસાર બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે. સીમા અને સોહેલ શુક્રવારે ફà«
Advertisement
સોહેલ ખાન અને તેની પત્ની સીમા સચદેવ આજે ફેમિલી કોર્ટમાં જોવા મળ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે બંનેએ છૂટાછેડા માટે અરજી કરી છે. બંનેના લગ્નને 24 વર્ષ થયા છે. સલમાન ખાનના ભાઈ સોહેલ ખાન અને તેની પત્ની સીમા સચદેવ વચ્ચે અણબનાવના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં હતા.
સીમા અને સોહેલ શુક્રવારે ફેમિલી કોર્ટમાં જોવા મળ્યાં
અહેવાલો અનુસાર બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે. સીમા અને સોહેલ શુક્રવારે ફેમિલી કોર્ટમાં જોવા મળ્યાં હતા. કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ છૂટાછેડા માટે અરજી કરી છે. અગાઉ એવી પણ ચર્ચા હતી કે બંને અલગ-અલગ રહે છે. સોશિયલ મીડિયા પર સીમાની સાથે તેના બાળકોની તસવીરો પણ જોવા મળે છે. સોહેલ અને સીમાએ 1998માં લગ્ન કર્યા હતા. બંનેને બે બાળકો છે, નિર્વાણ અને યોહાન. ગયા વર્ષે, ધ ફેબ્યુલસ લાઈવ્સ ઑફ બૉલીવુડ વાઈવ્સ આવ્યા પછી એવી ચર્ચાઓ થઈ હતી કે સોહેલ અને સીમા અલગ-અલગ રહે છે. આ પહેલા પણ તેમના છૂટાછેડાના સમાચાર આવ્યા છે. મિડિયા અહેવાલ મુજબ, ફેમિલી કોર્ટના સૂત્ર પાસેથી જાણવા મળ્યું છે કે સીમા અને સોહેલે છૂટાછેડા માટે અરજી કરી છે.
આ રીતે શરૂ થઈ લવ સ્ટોરી
સીમા અને સોહેલની મુલાકાત ''પ્યાર કિયા તો ડરના ક્યાના'' ફિલ્મના શૂટિંગ દરમિયાન થઈ હતી. સીમા દિલ્હીની રહેવાસી છે. રિપોર્ટ્સ અનુસાર, સોહેલના પરિવારને આ સંબંધથી કોઈ સમસ્યા નહોતી પરંતુ સીમાનો પરિવાર આ લગ્ન માટે તૈયાર ન હતો. કહેવાય છે કે સોહેલ અને સીમાએ ઘરેથી ભાગીને મિત્રોની હાજરીમાં ચુપચાપ લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી તેમના પરિવારજનોએ તેમને સ્વીકારી લીધા.
સીમાએ કહ્યું હતું કે તે સોહેલને પ્રેમ કરતી રહેશે
ધ ફેબ્યુલસ લાઈવ્સમાં સીમા અને સોહેલ અલગ-અલગ જોવા મળ્યા હતા. સીમાએ એક એપિસોડમાં કહ્યું હતું કે સોહેલ ખૂબ સારા પિતા છે. તે તેમને પ્રેમ કરે છે અને હંમેશા કરશે. કેટલીકવાર જેમ જેમ તમે મોટા થાઓ છો, સંબંધ જુદી જુદી દિશામાં જાય છે. તેણે કહ્યું હતું કે તે અને સોહેલના લગ્નમાં બધું પહેલાં જેવું નથી. તેમ છતાં તેઓ હંમેશા એકબીજા સાથે હોય છે. તેમના બાળકો ખુશ છે.


