સોખડા સ્વામિનારાયણ મંદિરના વિવાદનો આવતીકાલે આવી શકે છે અંત?
વડોદરાના સોખડા હરિધામ સ્વામિનારાયણ મંદિરમાં ચાલી રહેલા વિવાદનો આવતીકાલે અંત આવી શકે છે. હાઇકોર્ટે કહ્યું કે ધાર્મિક સંસ્થાઓમાં સમાધાન જ શ્રેષ્ઠ ઉપાય છે. છેલ્લા ત્રણ માસથી હરિધામ સોખડા મંદિરમાં ઉત્તરાધિકારીનો વિવાદ ચગ્યો હતો. પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વામી જૂથ વચ્ચે વિવાદ સર્જાયો હતો અને તેમાં આખરે ગુજરાત હાઇકોર્ટમાં પિટીશન કરાઇ હતી. હાઇકોર્ટના આદેશ બાદ પ્રબોધ સ્વામી સહિà
Advertisement
વડોદરાના સોખડા હરિધામ સ્વામિનારાયણ મંદિરમાં ચાલી રહેલા વિવાદનો આવતીકાલે અંત આવી શકે છે. હાઇકોર્ટે કહ્યું કે ધાર્મિક સંસ્થાઓમાં સમાધાન જ શ્રેષ્ઠ ઉપાય છે.
છેલ્લા ત્રણ માસથી હરિધામ સોખડા મંદિરમાં ઉત્તરાધિકારીનો વિવાદ ચગ્યો હતો. પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વામી જૂથ વચ્ચે વિવાદ સર્જાયો હતો અને તેમાં આખરે ગુજરાત હાઇકોર્ટમાં પિટીશન કરાઇ હતી. હાઇકોર્ટના આદેશ બાદ પ્રબોધ સ્વામી સહિતનું જૂથ હરિધામ મંદિર છોડીને બાકરોલ મંદિર ખાતે પહોંચ્યું હતું.
દરમિયાન સોખડા હરિધામમાં ચાલી રહેલા વિવાદનો આવતીકાલે અંત આવી શકે છે. હાઇકોર્ટમાં યોજાયેલી સુનાવણી દરમિયાન કોર્ટે બંને પક્ષને સમાધાનનું વલણ રાખવા માટે સૂચન કર્યું હતું. સાંજે પાંચ વાગે બંને પક્ષના વકીલો મિટીંગ કરી શકે છે. આવતીકાલે ગુજરાત હાઇકોર્ટમાં સમગ્ર મામલા અંગે ફરી સુનાવણી હાથ ધરાશે.
કોર્ટની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે ધાર્મિક સંસ્થાઓમાં સમાધાન શ્રેષ્ઠ ઉપાય છે. કોર્ટે કહ્યું કે ધાર્મિક સંસ્થાઓમાં આવા વિવાદ યોગ્ય નથી. પ્રેમ સ્વરુપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચેના વિવાદ પર કોર્ટે બંને સંતોને ટકોર પણ કરી હતી અને કહ્યું કે કોર્ટને ખબર છે કે કોને શું તકલીફ છે. કોર્ટે કહ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા વિવાદ યોગ્ય નથી અને સમાધાનના વલણ પર ચર્ચા કરવી જોઇએ. આવતીકાલે કોર્ટમાં બંને પક્ષો દ્વારા જવાબ આપવામાં આવશે.


