Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પિતા શાહબાઝની મદદથી પુત્ર બન્યો પંજાબનો નવો સીએમ, ઈમરાનની પાર્ટીના ત્રણ નેતાઓની ધરપકડ

PML-Nના નેતા અને પાકિસ્તાનના પીએમ શહેબાઝ શરીફના પુત્ર હમઝા શાહબાઝને શનિવારે પંજાબ વિધાનસભાના સત્ર દરમિયાન ભારે હોબાળા વચ્ચે પાકિસ્તાનમાં પંજાબના મુખ્યમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા હતા. હમઝા શાહબાઝ 197 મતો સાથે પંજાબના 21મા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા. આ દરમિયાન ડેપ્યુટી સ્પીકર પર હુમલો કરવા બદલ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના ત્રણ નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા શનિવારે પંજાબ
પિતા શાહબાઝની મદદથી પુત્ર બન્યો પંજાબનો નવો સીએમ  ઈમરાનની પાર્ટીના ત્રણ નેતાઓની ધરપકડ
Advertisement

PML-Nના નેતા અને પાકિસ્તાનના પીએમ શહેબાઝ
શરીફના પુત્ર હમઝા શાહબાઝને શનિવારે પંજાબ વિધાનસભાના સત્ર દરમિયાન ભારે હોબાળા
વચ્ચે પાકિસ્તાનમાં પંજાબના મુખ્યમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા હતા. હમઝા શાહબાઝ
197 મતો સાથે પંજાબના 21મા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા. દરમિયાન ડેપ્યુટી સ્પીકર પર હુમલો કરવા બદલ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના
ત્રણ નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા શનિવારે પંજાબ એસેમ્બલી સત્રની
કાર્યવાહીમાં ભારે હોબાળો થયો હતો.


Advertisement

પંજાબના નવા સીએમને
લઈને વોટિંગની જાહેરાત પહેલા જ પીટીઆઈ નેતાઓએ ડેપ્યુટી સ્પીકર દોસ્ત મોહમ્મદ માજરી
પર હુમલો કર્યો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. પીટીઆઈના
નેતાઓએ મઝરી પર થપ્પડનો વરસાદ વરસાવ્યો.
 એટલું જ નહીં તેમના વાળ પણ ખેંચી લીધા. કોઈ રીતે સ્થળ પર હાજર પોલીસકર્મીઓએ
મજારીનો જીવ બચાવ્યો હતો.

Advertisement


આ ઘટના બાદ ગૃહની
કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી પરંતુ થોડા સમય બાદ કાર્યવાહી શરૂ
થઈ હતી અને પીટીઆઈના ત્રણ નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ
, હમઝા શાહબાઝના હરીફ પરવેઝ ઈલાહીને કોઈ મત મળ્યા નથી કારણ કે તેમની
પાર્ટી અને પીટીઆઈએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.

Tags :
Advertisement

.

×