સોનાલી ફોગાટને બળજબરીપૂર્વક ડ્રીંક્સમાં ડ્રગ્સ પીવડાવાયું હતું
હરિયાણાના બીજેપી નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટ (Sonali Phogat)ના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે તેમને બળજબરીથી ડ્રગ્સ આપવામાં આવ્યું હતું. સોનાલી ફોગાટના મોતના સંબંધમાં પોલીસે હત્યાનો કેસ નોંધ્યો છે. તેના પરિવારજનોને પહેલા દિવસથી જ હત્યાની આશંકા હતી. સોનાલી ફોગાટ મંગળવારે ગોવામાં મૃત હાલતમાં મળી આવી હતી ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થà
Advertisement
હરિયાણાના બીજેપી નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટ (Sonali Phogat)ના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે તેમને બળજબરીથી ડ્રગ્સ આપવામાં આવ્યું હતું. સોનાલી ફોગાટના મોતના સંબંધમાં પોલીસે હત્યાનો કેસ નોંધ્યો છે. તેના પરિવારજનોને પહેલા દિવસથી જ હત્યાની આશંકા હતી. સોનાલી ફોગાટ મંગળવારે ગોવામાં મૃત હાલતમાં મળી આવી હતી ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું.
પોલીસે કહ્યું કે અમે સીસીટીવી ફૂટેજ મેળવી લીધા છે જેમાં સુધીર સાંગવાન અને સુખવિંદર સોનાલી સાથે પાર્ટી કરતા જોવા મળે છે. સોનાલીને બળજબરીથી ડ્રગ્સ અપાયું હતું. સુખવિંદરે સ્વીકાર્યું છે કે સોનાલીને પ્રવાહી સ્વરૂપે ડ્રગ્સ આપવામાં આવ્યું હતું.
ગોવા પોલીસના આઈજી ઓમવીર સિંહે કહ્યું કે સોનાલી ફોગાટને બળજબરીથી ડ્રગ્સ પીવડાવવામાં આવ્યું હતું, ત્યાર પછી તેની તબિયત બગડી. સવારે 4:30 વાગ્યે જ્યારે તે કાબૂમાં ન રહી ત્યારે આરોપી તેને ટોયલેટમાં લઈ ગયો, 2 કલાક સુધી શું કર્યું? આરોપીઓએ આનો જવાબ આપ્યો ન હતો. અમે તમામ સીસીટીવી ફૂટેજ જોયા છે અને બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
આઈજી ઓમવીર સિંહે કહ્યું કે આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેમને ફોરેન્સિક ટીમ સાથે ઘટનાસ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. અમને લાગે છે કે તેમને બળજબરીથી આપવામાં આવેલી દવાના કારણે તેમનું મોત થયું છે. તે પાર્ટીમાં વધુ બે છોકરીઓ પણ હતી, જેમની ઓળખ થઈ ગઈ છે અને તેમને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે.


