Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સોનિયા ગાંધીએ આપ્યા રાજકારણમાંથી નિવૃતિના સંકેત, રાયપુરમાં કોંગ્રેસ અધિવેશનમાં કહી આ મોટી વાત

છત્તીસગઢના રાયપુરમાં કોંગ્રેસના અધિવેશનમાં કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધીએ રાજકારણમાંથી સંન્યાસ લેવાનો સંકેત આપ્યો.. તેમણે કહ્યું છે કે 'મનમોહન સિંહના સક્ષમ નેતૃત્વ સાથે, 2004 અને 2009માં અમારી જીતથી મને વ્યક્તિગત સંતોષ મળ્યો પરંતુ મને સૌથી વધુ ખુશી એ છે કે મારી ઇનિંગ ભારત જોડો યાત્રા સાથે સમાપ્ત થવા જઇ રહી છે, જે કોંગ્રેસ માટે સીમાચિહ્નરૂપ હશે. લગભગ 15,000 પ્રતિનિધિઓને સંબોધન તેમણે કહ્
સોનિયા ગાંધીએ આપ્યા રાજકારણમાંથી નિવૃતિના સંકેત  રાયપુરમાં કોંગ્રેસ અધિવેશનમાં કહી આ મોટી વાત
Advertisement
છત્તીસગઢના રાયપુરમાં કોંગ્રેસના અધિવેશનમાં કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધીએ રાજકારણમાંથી સંન્યાસ લેવાનો સંકેત આપ્યો.. તેમણે કહ્યું છે કે "મનમોહન સિંહના સક્ષમ નેતૃત્વ સાથે, 2004 અને 2009માં અમારી જીતથી મને વ્યક્તિગત સંતોષ મળ્યો પરંતુ મને સૌથી વધુ ખુશી એ છે કે મારી ઇનિંગ ભારત જોડો યાત્રા સાથે સમાપ્ત થવા જઇ રહી છે, જે કોંગ્રેસ માટે સીમાચિહ્નરૂપ હશે. 

લગભગ 15,000 પ્રતિનિધિઓને સંબોધન 
તેમણે કહ્યું કે કોંગ્રેસ અને સમગ્ર દેશ માટે આ પડકારજનક સમય છે. ભાજપ-આરએસએસે દેશની એક-એક સંસ્થાને કબજે કરીને બરબાદ કરી નાખી છે. કેટલાક ઉદ્યોગપતિઓની તરફદારીથી આર્થિક તબાહી સર્જાઈ છે. છત્તીસગઢની રાજધાની રાયપુરમાં પાર્ટીના ત્રણ દિવસીય સંમેલનના બીજા દિવસે લગભગ 15,000 પ્રતિનિધિઓને સંબોધતા સોનિયાએ કહ્યું કે ભારતના લોકો સૌહાર્દ, સહિષ્ણુતા અને સમાનતા ઈચ્છે છે.

મનમોહન સિંહના નેતૃત્વમાં ઘણી સારી સરકાર આપીઃ સોનિયા ગાંધી 
2004 થી 2014 સુધીના કોંગ્રેસના શાસનનો ઉલ્લેખ કરતા સોનિયા ગાંધીએ કહ્યું કે કોંગ્રેસે મનમોહન સિંહના નેતૃત્વમાં ઘણી સારી સરકાર આપી.. કોંગ્રેસે દેશમાં લોકશાહીને મજબૂત કરી. સોનિયા ગાંધીએ એમ પણ કહ્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટીની યાત્રા સફળ રહી. તેમણે કહ્યું કે મજબૂત કાર્યકરો જ પાર્ટીની તાકાત છે. કોંગ્રેસ માત્ર રાજકીય પક્ષ નથી,અહીં લોકતંત્ર છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×