Ahmedabad RathYatra 2025 : 148મી રથયાત્રા પૂર્વે ભક્તો માટે ખાસ પ્રસાદ અને ભંડારાનું આયોજન
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની તડામાર તૈયારીઓ થઈ રહી છે. રથયાત્રાને લઈને મોટી સંખ્યામાં સાધુ-સંતો મંદિરમાં આવી રહ્યા છે.
Advertisement
27 જૂને નીકળનારી ભગવાન જગન્નાથજી ની 148 મી રથયાત્રા ની તડામાર તૈયારીઓ થઈ રહી છે. રથયાત્રામાં જોડાવા માટે દેશભરમાંથી સાધુ સંતો ઉમટે છે. સાધુ-સંતો માટે જગન્નાથ મંદિરમાં પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે. મંદિરમાં દર્શનાર્થે આવતાં ભક્તોને પણ માલપુઆનો પ્રસાદ આપવામાં આવે છે. અમાસના દિવસે મંદિરમાં સાધુ સંતો માટે ભંડારો યોજાય છે. ભંડારામાં કાળી રોટી ધોળી દાળ ના પ્રસાદ નું વિશેષ મહત્વ રહેલું છે, કાળી રોટી એટલે માલપુવા અને ધોળી દાળ એટલે દૂધ પાકજગન્નાથ મંદિરના ગાદિપતીઓને એક જ ધ્યેય રહ્યો છે કે ભુખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આપવુ વર્ષોથી ચાલતી પરંપરાને આજે પણ જીવંત રાખવામાં આવી છે, ભક્તોને કાળી રોટી-ધોળી દાળનો પ્રસાદ આપવામાં આવે છે આમ વર્ષોથી ચાલી આવતી પરંપારને આજે પણ નિજ મંદિરમાં જાળવી રાખવામાં આવી છે.
Advertisement


