અમદાવાદમાં ફિલ્મફેર એવોર્ડ 2025 માટે ખાસ તૈયારીઓ, કાંકરિયા રોડ 2 દિવસ માટે બંધ
- અમદાવાદમાં ફિલ્મ ફેર એવોર્ડ 2025નું આયોજન
- કાંકરિયા એકા અનેરા ક્લબ ટ્રાન્સ્ટેડિયા ખાતે ફિલ્મફેરનું આયોજન
- કાંકરિયા રોડ આજે બપોરે 3 વાગ્યાથી 2 દિવસ રહેશે બંધ
- રાયપુર ચાર રસ્તાથી લઈને કાંકરિયા ગેટ નંબર 3 સુધી રસ્તો રહેશે બંધ
- અનુવ્રત સર્કલથી ફૂટબોલ ગ્રાઉન્ડ સુધીનો રસ્તો રહેશે બંધ
- બપોર 12 વાગ્યા પછી AMTS 35 રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા
Filmfare Awards in Ahmedabad : આવતા ફિલ્મફેર એવોર્ડ 2025નું ભવ્ય આયોજન અમદાવાદના કાંકરિયા સ્થિત EKA Arena (ટ્રાન્સસ્ટેડિયા ક્લબ) ખાતે થવા જઈ રહ્યું છે. આ હાઈ-પ્રોફાઇલ ઇવેન્ટને ધ્યાનમાં રાખીને શહેર પોલીસે ટ્રાફિક વ્યવસ્થામાં વિશેષ ફેરફાર કર્યા છે.
કાંકરિયા વિસ્તારનો મુખ્ય માર્ગ આજે બપોરે 3 વાગ્યાથી આવતા બે દિવસ માટે બંધ રહેશે. રાયપુર ચાર રસ્તાથી કાંકરિયા ગેટ નંબર 3 સુધી તેમજ અનુવ્રત સર્કલથી ફૂટબોલ ગ્રાઉન્ડ સુધીનો માર્ગ સુરક્ષા કારણોસર સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો છે. આ સાથે જ શહેરની જાહેર પરિવહન સેવા AMTSના 35 રૂટ બપોરે 12 વાગ્યાથી વૈકલ્પિક માર્ગો પર ચલાવવામાં આવશે, જેથી મુસાફરોને ઓછી મુશ્કેલી પડે. તંત્ર દ્વારા નાગરિકોને આગોતરા ટ્રાફિક માહિતી મેળવવાની અને અનિવાર્ય પ્રવાસ સિવાય કાંકરિયા વિસ્તાર ટાળવાની અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : 70th Filmfare Awards in Ahmedabad : ફિલ્મફેર કાર્યક્રમને કારણે આજે શહેરમાં અનેક રસ્તા બંધ, જાણો વૈકલ્પિક માર્ગ


