Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સંતરામપુર નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ સંતરામપુરના નાગરિકો ,આગેવાનો સાથે ખાસ વાત ચિત

સંતરામપુર નગરપાલીકાના 6 વોર્ડમાં ચૂંટણી યોજવા જઈ છે ત્યારે અહીંયા ભાજપ કોંગ્રેસમાં ખરાખરનો જંગ જામ્યો છે . ભાજપ શાસિત નગરપાલીકા હોવા છતાં હજુ સુધી લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત જોવા મળે છે.
Advertisement

સંતરામપુર નગરપાલીકાના 6 વોર્ડમાં ચૂંટણી યોજવા જઈ છે ત્યારે અહીંયા ભાજપ કોંગ્રેસમાં ખરાખરનો જંગ જામ્યો છે . ભાજપ શાસિત નગરપાલીકા હોવા છતાં હજુ સુધી લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત જોવા મળે છે. સંતરામપુર નગરની અંદર ઠેર ઠેર રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે દર વર્ષે નવા રોડ રસ્તાઓ બનાવવામાં આવે છે પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના પાપે દર વર્ષે તે જ પરિસ્થિતિ થઈ જતી હોય છે. પીવાનું પાણી પણ લોકોને સમયસર મળતું નથી અને ડ્રેનેજની પણ અહીંયા મોટી સમસ્યા છે. આ વખતે ભાજપ પોતાની સત્તા જાળવી રાખે તે માટે ખુદ રાજ્યના કેબિનેટ મંત્રી કુબેર ડિંડોર પણ મેદાને આવ્યા છે. સંતરામપુર નગરમાં ગરીબો માટે બનાવવામાં આવેલ 272 જેટલા આવાસોની કામગીરી પણ કોન્ટ્રાકટર અધૂરી મૂકી જતા અને પાલિકાના કરોડો રૂપિયાનો વેડફાટ થયો છે ત્યારે પાલિકાના આવા વહીવટથી ગરીબોને ઘરનું ઘર મળવાનું સ્વપ્નું ધૂળધાળી થયું છે ત્યારે પાલિકાની આ પ્રકારની કામગીરી સામે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement

.

×