Olympic Meeting :રમતગમત અને સાંસ્કૃતિક મંત્રી Harsh Sanghavi સ્વિટ્ઝર્લેન્ડના પ્રવાસે
સ્વિત્ઝર્લેન્ડમાં એસોસિયેશન ઓફ નેશનલ ઓલિમ્પિક કમિટી સાથે ગુજરાતના રમત ગમત મંત્રી હર્ષ સંઘવીની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતમાં ઓલિમ્પિકના આગામી આયોજન બાબતે ચર્ચા થઈ હતી.
Advertisement
ગુજરાતના રમતગમત મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ શ્રી પી.ટી. ઉષા, રમતગમત સંઘના સચિવ હરિ રંજન રાવ, ગુજરાતના રમતગમત વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી અશ્વિની કુમાર અને શહેરી વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી થેનારાસન સહિતના રમતગમત પ્રતિનિધિમંડળે સ્વિત્ઝરલેન્ડના લૌઝેન શહેરમાં વિશ્વ કક્ષાના રમતગમત પ્રતિનિધિમંડળો સાથે મહત્ત્વપૂર્ણ બેઠકો કરી.
Advertisement


