શ્રીલંકાએ નોર્વે અને ઇરાકમાં દૂતાવાસ તથા ઓસ્ટ્રેલિયામાં વાણિજ્ય દૂતાવાસ બંધ કર્યા
આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં સ્થિતિ સતત વણસી રહી છે. જેના કારણે શ્રીલંકામાં ઈમરજન્સી પણ જાહેર કરવામાં આવી છે. સંકટમાં ફસાયેલા શ્રીલંકાને વધુ એક મોટો નિર્ણય લેવાની ફરજ પડી છે. શ્રીલંકાએ બે દેશો નોર્વે અને ઈરાકમાં પોતાના દૂતાવાસ અને ઓસ્ટ્રેલિયાના સિડનીમાં વાણિજ્ય દૂતાવાસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે શ્રીલંકાએ આર્થિક સંકટને કારણે આ નિર
Advertisement
આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં સ્થિતિ સતત વણસી રહી છે. જેના કારણે શ્રીલંકામાં ઈમરજન્સી પણ જાહેર કરવામાં આવી છે. સંકટમાં ફસાયેલા શ્રીલંકાને વધુ એક મોટો નિર્ણય લેવાની ફરજ પડી છે. શ્રીલંકાએ બે દેશો નોર્વે અને ઈરાકમાં પોતાના દૂતાવાસ અને ઓસ્ટ્રેલિયાના સિડનીમાં વાણિજ્ય દૂતાવાસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે શ્રીલંકાએ આર્થિક સંકટને કારણે આ નિર્ણય લીધો છે.
કેબિનેટે સામૂહિક રાજીનામું આપ્યું હતું
શ્રીલંકામાં હિંસા અને રાજકીય અટકળો વચ્ચે 3 માર્ચની મોડી રાત્રે કેબિનેટે સામૂહિક રીતે રાજીનામું આપી દીધું હતું. જો કે વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેએ રાજીનામું આપ્યું નથી. ત્યારબાદ શ્રીલંકામાં સર્વપક્ષીય સરકાર રચાવાની સંભાવના હતી, જેમાં વિપક્ષના નેતાઓને પણ સામેલ કરવાના હતા. જો કે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના આ માટેના પ્રયત્નો સાકાર નહોતા અને વિપક્ષી નેતાઓએ સરકારનો ભાગ બનવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.
રાષ્ટ્રપતિ સામે લોકોનો વિરોધ
શ્રલંકામાં આર્થિક સંકટ વચ્ચે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે વિરુદ્ધ લોકોનો વિરોધ વધી રહ્યો છે. સોમવારે ઈન્ડિપેન્ડન્સ સ્ક્વેર ખાતે સ્થાનિકોએ શ્રીલંકાની સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ રાજપક્ષેના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. તો શ્રીલંકાની સંસદમાં વિપક્ષના નેતા સજીથ પ્રેમદાસાએ જણાવ્યું હતું કે શ્રીલંકાના બે મુખ્ય વિરોધ પક્ષો SJB અને JVPએ સર્વપક્ષીય વચગાળાની સરકાર બનાવવાની રાષ્ટ્રપતિની વિનંતીને નકારી કાઢી છે. તેઓએ માંગ કરી હતી કે રાષ્ટ્રપતિએ રાજીનામું આપવું જોઈએ.
શ્રીલંકા દેવામાં ડૂબેલું છે
કોલંબોમાં સંસદની બહાર સરકાર અને ખાસ કરીને રાજપક્ષે વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. શ્રીલંકા રેકોર્ડ બ્રેક મોંઘવારી અને પાવર કટ તેમજ ખોરાક, ઈંધણ અને અન્ય જરૂરીયાતની અછતનો સામનો કરી રહ્યું છે. શ્રીલંકામાં આવશ્યક ચીજવસ્તુઓની આયાત કરવા માટે સરકાર પાસે પૈસા નથી. શ્રીલંકા ગંભીર રીતે દેવામાં ડૂબેલું છે.


