સ્થાનિક સ્વરાજના પરિણામો પર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહનું નિવેદન
- ચૂંટણીના પરિણામ મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહનું નિવેદન
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા: શક્તિસિંહ ગોહિલ
- પરિણામની સમીક્ષા કરીએ તો 2018માં 78 ધારાસભ્ય હતા: શક્તિસિંહ
- 2018માં 78 ધારાસભ્ય હતા તે વાતાવરણ સારું હતું: શક્તિસિંહ ગોહિલ
- 'આજે માત્ર 12 ધારાસભ્ય છે ત્યારે પરિણામો નિરાશ થવા જેવા નથી'
- 'જૂનાગઢની મનપાની ચૂંટણીમાં 2018માં 60માંથી 1 બેઠક મળી હતી'
- 'છેલ્લા આંકડા મુજબ આજે જૂનાગઢમાં 11 બેઠક પર જીત થઈ'
- લોકશાહીમાં માન્ય નથી તેવા કાવાદાવા થયા: શક્તિસિંહ ગોહિલ
- મત નહીં આપો તો ઘર પર બુલડોઝરની ધમકીઓ આપી: શક્તિસિંહ
- 'ભાજપનાં કાવાદાવા વચ્ચે અમારા ઉમેદવારો મક્કમતાથી લડ્યા'
Local Body Election Result : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ બાદ કોંગ્રેસ((Congress)નાં પ્રદેશ પ્રમુક શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 2018 માં નગરપાલિકાનાં પરિણામ આજનાં પરિપેક્ષમાં જોઈએ તો નિરાશ થવા જેવા નથી. આજનાં પરિણામ 2018 સામે જોઈએ તો અનેક નગરપાલિકામાં ઘણી સીટો વધી છે. 2018 માં ચૂંટણી વખતૈ 78 ધારાસભ્ય હતા. આજે પરિણામ અપેક્ષા કરકા ખરાબ નથી.
જુનાગઢના લોકોનો આભાર માનું છુંઃ શક્તિસિંહ ગોહિલ
જૂનાગઢની ચૂંટણીમાં 2018 માં 60 માંથી 11 કોર્પોરેટર હતા. તેમજ 81 ધારાસભ્ય હતા અને બાય ઈલેક્શનમાં વધુ 2 ધારાસભ્ય આવ્યા. તેમજ 2018 માં જૂનાગઢમાં 11 કોર્પોરેટર હતા. જુનાગઢનાં લોકોનો આભાર માનું છું. માન્ય નથી તેવા હાથકંડા થયા ત્યાં લોકોનો આભાર માનું છું. કાવા દાવા કર્યા છે અને એક ઉમેદવારે સ્ટિંગ ઓપરેશન કર્યું. સાડા સાત લાખમાં ફોર્મ પરત ખેંચવાની વાત અન્ય વાત છે. સ્પષ્ટ થયું કે ભાજપ શું કરે છે અને મત નહિ આપો તો બુલડોઝર ફેરવવાની વાત કરે છે. નાણાંનાં કોળથા અને ધાક ધમકી ઘણું દબાણ રહ્યું અને એ વચ્ચે કોંગ્રેસનાં ઉમેદવાર લડ્યા તેમને અભિનંતન. તેમજ હાર કે જીતમાં ઉમેદવાર ઉમેદવાર ઉભા રહ્યા તેને અભિનંદન છે. મંગરોડ અમારી પાસે હતી. સરખા પરિણામ છે 4 બીજી પાર્ટીનાં છે. ચોરવાડ નથી જીત્યા તેનું દુઃખ છે.


